Cricket Match Fixing: ફિલ્મી પાત્રોની જેમ પ્લાન થતી ખેલાડીઓની ભૂમિકા

31 May, 2020 01:41 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Cricket Match Fixing: ફિલ્મી પાત્રોની જેમ પ્લાન થતી ખેલાડીઓની ભૂમિકા

સંજીવ ચાવલા

કોઇપણ મેચ નિષ્પક્ષ રીતે રમાતી નથી અને બધી ક્રિકેટ મેચ જે લોકો જુએ છે, તે પહેલાથી જ નિર્ધારિત હોય છે. એક ખૂબ જ મોટા સિંડિકેટ અને અંડરવર્લ્ડ માફિયા આની સાથે ડાયરેક્ડ જોડાયેલો છે, જે બધી ક્રિકેટ મેચને પ્રભાવિત કરે છે. આ એકદમ એવું જ છે જેવી રીતે ફિલ્મો હોય છે. ફિલ્મમાં જે રીતે નિર્દેશક પ્રત્યેક રોલ નક્કી કરે છે, તે જ રીતે મેચમાં દરેક ખેલાડીની ભૂમિકા બુકી નક્કી કરતાં હોય છે. આ વાત દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન હેન્સી ક્રોન્યેના વર્ષ 2000ના મેચ ફિક્સિંગ મામલાના મુખ્ય આરોપી સંજીવ ચાવલાએ દિલ્હી પોલીસે આપેલા પોતાના નિવેદનમાં કહી છે.

આ નિવેદન ન્યાયાલયને આપેલી એક સપ્લીમેન્ટ્રી ચાર્જશીટનો ભાગ છે, પણ આના પર આરોપીના હસ્તાક્ષર નથી. ચાવલાએ પોલીસ સામે ચોંકાવનારી એ પણ વાત જણાવી કે સિંડિકેટે મામલાની તપાસ અધિકારી ડીસીપી ડૉ. જી. રામ ગોપાલ નાઇકને પણ નિશાન બનાવ્યો હતો અને તેમનો જીવ પણ જોખમમાં હતો.

મેચ ફિક્સિંગમાં સામેલ હતો ચાવલા
નવી દિલ્હીમાં જન્મેલ અને લંડન સ્થિત કથિત સટ્ટાબાજે સ્વીકાર્યું કે તે ઘણાં વર્ષોથી મેચ ફિક્સિંગમાં સામેલ હતો. એક મોટો સિંડિેકેટ અને અંડરવર્લ્ડ માફિયા આ મામલે સામેલ છે અને તે ખૂબ જ ખતરનાક છે. જો તે કંઇપણ કહે છે તો તે લોકો તેને મારી નાખશે, તેથી તે આ મામલે વધારે માહિતી આપી શકતો નથી. આ મામલે વિશેષ પોલીસ આયુક્ત પ્રવીર રંજને કહ્યું કે મામલો હજી પણ તપાસના વિસ્તારમાં છે. તેથી તપાસ અને નિવેદન સાથે જોડાયેલી કોઇપણ વાત સ્પષ્ટ રૂપે કોઈની પણ સાથે શૅર નહીં કરી શકાય.

દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે પોતાના પૂરક આરોપ પત્રમાં એ પણ કહ્યું છે કે સંજીવ ચાવલાનું તપાસમાં સહયોગ ન કરવું પણ અપરાધમાં તેની ભાગીદારીને પ્રમાણિત કરે છે. ટ્રાયલ કોર્ટના જામીન આદેશ પર હાઇકોર્ટની રોકના અભાવે સંજીવ ચાવલા અ મહિનાની શરૂઆતમાં તિહાર જેલથી બહાર આવી ગયા હતા. આ રાહત પછી દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. મામલાની સુનવણી આવતા મહિને થશે. આ કેસમાં ચાવલાના કથિત સહયોગી અને અન્ય આરોપી કૃષ્ણ કુમાર, રાજેશ કાલરા અને સુનીલ દારા પણ જામીન પર બહાર છે.

આરોપ પત્રમાં દક્ષિણ આફ્રિકાની ભારત યાત્રા પર મેચ ફિક્સનું વિવરણ
આરોપ પત્રમાં દક્ષિણ આફ્રિકાની વર્ષ વર્ષ 2000ના ભારત યાત્રા દરમિયાન સંજીવ ચાવલા અને અન્ય બુકી દ્વારા ક્રિકેટ મેચ ફિક્સ કરવામાં કથિત ભૂમિકાનું વિવરણ છે. આમાં સંજીવ ચાવલા અને હેન્સી ક્રોન્યે વચ્ચે વાતચીતના દસ્તાવેજો પણ છે, જે બન્નેન વચ્ચેની વાતચીત અને રોકડ લેવડદેવડ તરફ ઇશારો કરે છે.

cricket news sports sports news