મારે માસ્ટર શેફ બનવા હવે કોશિશ નથી કરવી : વૉર્ન

13 December, 2011 09:21 AM IST  | 

મારે માસ્ટર શેફ બનવા હવે કોશિશ નથી કરવી : વૉર્ન



મેલબૉર્ન: શુક્રવારે ઑસ્ટ્રેલિયામાં બિગ બૅશ નામની T20 ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે અને એમાં રમનાર દેશના સૌથી સફળ ઇન્ટરનૅશનલ સ્પિનર શેન વૉર્ન આ સ્પર્ધાના પાંચ જ દિવસ પહેલાં દાઝી જતાં તેના ચાહકોમાં નિરાશા વ્યાપી છે. જાન્યુઆરી ૨૦૦૭માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયર થયા પછી વૉર્ન ભારતની આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં રમ્યો હતો, પરંતુ તેના અસંખ્ય ચાહકો તેને પાંચ વર્ષે ફરી ઘરઆંગણે ફરી રમતો જોવાની રાહ જોઈને બેઠા હતા.

વૉર્ન શુક્રવારે શરૂ થતી બિગ બૅશની મેલબૉર્ન સ્ટાર્સ નામની ટીમમાં છે. તે જમણા હાથની આંગળીઓમાં દાઝી ગયો હોવાથી શુક્રવારની પ્રથમ મૅચમાં કદાચ નહીં રમી શકે.

વૉર્ને થોડા દિવસ પહેલાં ઇંગ્લૅન્ડની ઍક્ટ્રેસ લિઝ હર્લી સાથે સગાઈ કરી હતી. વૉર્ન ઑસ્ટ્રેલિયામાં જે બંગલામાં રહે છે એની કિંમત ૬૦ લાખ ડૉલર (૩૦ કરોડ રૂપિયા) છે. રવિવારે તે કિચનમાં માંસની એક વાનગી બનાવી રહ્યો હતો ત્યારે તે દાઝી ગયો હતો. આ બનાવના સમાચાર થોડી જ વારમાં ક્રિકેટજગતમાં ફેલાઈ ગયા હતા. તેણે સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટર પર આ ઘટના વિશે ચાહકો માટે રમૂજી પ્રત્યાઘાત આપ્યો હતો. તેણે લખ્યું લખ્યું હતું કે ‘બિગ બૅશ માટેની સોમવારની પ્રૅક્ટિસ-મૅચ પહેલાં મેં કિચનમાં આવી પ્રૅક્ટિસ કરીને બહુ ખોટું કર્યું. હું બોલિંગ કરું છું એ જ હાથમાં દાઝી ગયો છું. પ્લીઝ, મને કોઈ ઉપચાર બતાવજો. જોકે એક વાત કરી દઉં કે હવે મારે માસ્ટર શેફ બનવા કોઈ કોશિશ નથી કરવી. તમારો મૂર્ખ મિત્ર શેન!’

આ કોઈ ડ્રામા છે?

આઇપીએલના ફૉર્મેટ પર રમાનારી બિગ બૅશને પ્રમોટ કરવા વૉર્નનો આ બનાવ માત્ર એક નાટક હોવાની અથવા વૉર્નને નજીવી ઈજા હોવા છતાં એને મોટું સ્વરૂપ આપવાનો આ ડ્રામા હોવાની અફવા છે