કોરોના વાઈરસને કારણે એશિયા કપની શક્યતા નહીંવત

31 March, 2020 03:02 PM IST  |  New Delhi | Agencies

કોરોના વાઈરસને કારણે એશિયા કપની શક્યતા નહીંવત

સૌરવ ગાંગુલી

ભારતીય ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે ૨૦૨૦ એશિયા કપના ચાન્સ નહીંવત્ છે. કોરોના વાઇરસને કારણે દુનિયા જાણે થંભી ગઈ છે. દુનિયા લૉકડાઉન થઈ ગઈ છે અને સ્પોર્ટ્સ ઇવેન્ટ પણ પોસ્ટપોન્ડ થઈ રહી છે. ૨૦૨૦ ઑલિમ્પિકને ૨૦૨૧માં શિફ્ટ કરવામાં આવી છે. આઇપીએલને પણ ૧૫ એપ્રિલ સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ તમામ વચ્ચે ૨૦૨૦ એશિયા કપ રમવામાં નહીં આવે એવી શક્યતા વધુ છે. આગામી છ મહિનામાં કઈ-કઈ ટુર્નામેન્ટ રમાડવામાં આવે એ વિશે કઈ નક્કી નથી. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડ મુજબ આ વર્ષે એશિયા કપની શક્યતા ઓછી છે અને તેઓ પહેલાં એવી ટુર્નામેન્ટ પર ધ્યાન આપશે જેનાથી ઑસ્ટ્રેલિયામાં થનારા ટી20 વર્લ્ડ કપને ફાયદો થાય.

board of control for cricket in india sourav ganguly cricket news sports news