વૉર્નરે મુંડન કેમ કરાવ્યું?

01 April, 2020 03:34 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વૉર્નરે મુંડન કેમ કરાવ્યું?

ડેવિડ વૉર્નર

કોવિડ-૧૯ના ઇલાજ માટે પોતાનો ટેકો આપવાના ભાગરૂપે માથું મુંડાવવાની પહેલ ચાલી રહી છે, જેમાં ડેવિડ વૉર્નરને આ ચૅલેન્જ આપવામાં આવી હતી. આ વાઇરસ સામે સતત કામ કરતા મેડિકલ સ્ટાફ અને પોલીસ સાથે દરેક કર્મચારીની રિસ્પેક્ટ કરવાના ભાગરૂપે આ પહેલ ચાલી રહી છે. જોકે વૉર્નરે આ ચૅલેન્જ પૂરી કરીને પોતાના માથાના વાળ ઉતરાવતો એક વિડિયો સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યો છે. વિડિયો સાથે વૉર્નરે લખ્યું, ‘કોવિડ-19 સામે મોરચો ખોલનારા પ્રથમ પંક્તિના લોકોએ મને માથું શેવ કરવા નૉમિનેટ કર્યો હતો. મને યાદ છે કે જ્યારે મેં છેલ્લે આવું કર્યું હતું ત્યારે મારું ડેબ્યુ હતું. તમને આ ગમ્યું કે નહીં?’

મજાની વાત તો એ છે કે માથું મુંડાવવાની આ ચૅલેન્જ વૉર્નરે હવે સ્ટીવન સ્મિથ અને વિરાટ કોહલીને આપી છે અને એ બે જણ આ ચૅલેન્જ પૂરી કરે છે કે નહીં એ જોવાનું રહેશે.

cricket news sports news david warner coronavirus covid19