લૉકડાઉનમાં કામ કરતી દિલ્હી પોલીસનાં વખાણ કર્યાં ઇશાન્ત અને કોહલીએ

12 April, 2020 11:23 AM IST  |  New Delhi | Agencies

લૉકડાઉનમાં કામ કરતી દિલ્હી પોલીસનાં વખાણ કર્યાં ઇશાન્ત અને કોહલીએ

ઇશાન્ત શર્મા અને વિરાટ કોહલી

દેશભરમાં ચાલી રહેલી લૉકડાઉનની સ્થિતિમાં સફાઈ-કર્મચારીઓ તેમ જ પોલીસ-કર્મચારીઓ સતત પોતાની ફરજ નિભાવી રહ્યા છે એવામાં દિલ્હી પોલીસનાં કામકાજ જોઈને વિરાટ કોહલી અને ઇશાન્ત શર્માએ તેમનાં ભરપૂર વખાણ કર્યાં છે. દિલ્હી પોલીસે ટ્વિટર પર શૅર કરેલા એક વિડિયોને જોતાં આ બન્ને પ્લેયરોએ તેમનાં વખાણ કર્યાં હતાં અને દેશની જનતાને નિર્ધારિત અને સૂચવવામાં આવેલા પગલાનું પાલન કરવાની અપીલ કરી હતી. વિરાટ કોહલીએ લખ્યું કે ‘જે પ્રમાણે પોલીસ દેશભરમાં આ કપરી પરિસ્થિતિમાં કામ કરી રહી છે એ જોઈને હું ઘણો ગદ્ગદ થાઉં છું. દિલ્હી પોલીસ જે પ્રામાણિકપણે પોતાની ફરજ બજાવી રહી છે અને દૈનિક ધોરણે ભૂખ્યાઓને ખાવાનું પહોંચાડી રહી છે એ જોઈને તેમની પ્રશંસા કરવાનું મન થાય છે. ખુબ સરસ કામ અને ઘણી સારી એફર્ટ આપતા રહો.’

કોહલી ઉપરાંત ઇશાન્ત શર્માએ કહ્યું કે ‘આ સમય ઘરમાં રહેવાનો છે અને પોતાની તેમ જ પોતાના પરિવારજનોની સારસંભાળ રાખવાનો છે. દિલ્હી પોલીસના જવાનો દિવસરાત પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ચાલો સાથે મળીએ અને ઘરે રહીને દિલ્હી પોલીસને મદદ કરીએ. સૌથી મહત્ત્વની વાત એ છે કે અફવાઓ પર ભરોસો ન કરીએ. સાથે મળીને આપણે આ જંગ જીતીશું. જય હિન્દ.’

cricket news sports news ishant sharma virat kohli coronavirus covid19 delhi police