સુનીલ ગાવસકરે કોરોના વાઇરસ સામે મદદ કર ડોનેટ કર્યા 59 લાખ રૂપિયા

08 April, 2020 12:44 PM IST  |  New Delhi | Agencies

સુનીલ ગાવસકરે કોરોના વાઇરસ સામે મદદ કર ડોનેટ કર્યા 59 લાખ રૂપિયા

સુનીલ ગાવસકર

સુનીલ ગાવસકરે કોરોના વાઇરસ સામે મદદ કરવા રિલીફ ફંડમાં કુલ ૫૯ લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું છે. મુંબઈના ભૂતપૂર્વ કૅપ્ટન અમોલ મઝુમદારે આ વાતની જાણકારી આપતાં કહ્યું કે ગાવસકરે પીએમ કેર્સ ફંડમાં ૩૫ લાખ રૂપિયા અને મહારાષ્ટ્ર ચીફ મિનીસ્ટર્સ રિલીફ ફંડમાં ૨૪ લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું છે. ગાવસકર પહેલાં સચિન તેન્ડુલકર, ગૌતમ ગંભીર, વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા જેવા અનેક ક્રિકેટરોએ આ દિશામાં પોતાનું યોગદાન આપ્યું હતું.

પીએમ કેર્સ અને ગુજરાત સીએમ રિલીફ ફંડમાં મારા પરિવાર અને મેં પોતાનું યોગદાન આપ્યું છે. આશા છે તમે પણ આપ્યું હશે. અમે મેડિકલ પ્રોફેશનલ્સ, પોલીસ મેન એન્ડ વિમેન્સ અને અન્ય એ તમામ લોકોના આભારી છીએ જે દેશ અને માનવતા માટે સતત કામ કરી રહ્યાં છે.

- ચેતેશ્વર પૂજારા

કોહલીનો વર્તાવ ટીમ ઇન્ડિયા માટે ઉત્સાહવર્ધક છે : ગાવસકર

ઇન્ડિયન કૅપ્ટન વિરાટ કોહલી જે પ્રમાણે મૅચ સાથે સંકળાયેલા અન્ય લોકો સાથે વર્તાવ કરે છે એ જોઈને સુનીલ ગાવસકરને ગર્વ થાય છે. આ વિશે વાત કરતાં ગાવસકરે કહ્યું કે ‘ભારતીય ટીમમાં એકબીજાને પ્રોત્સાહિત કરવાની ખૂબ સારી સિસ્ટમ છે. દરેક ક્રિકેટચાહક જાણે છે કે પ્લેયરોને ઇન્ટરનૅશનલ અને ડોમેસ્ટિક મૅચ રમવા માટે એક ખાસ ચાર્ટર્ડ પ્લેનમાં એક વેન્યુથી બીજા વેન્યુ પર જવું પડે છે જેમાં તેમની સાથે ટેક્નિકલ ટીવી, ક્રૂ મેમ્બર, કોચ, મૅનેજર વગેરે હાજર હોય છે. ફ્લાઇટમાં જ્યારે સફર કરવાની હોય છે ત્યારે પ્લેયરો અને અન્ય સ્ટાફને બિઝનેસ ક્લાસની સીટ આપવામાં આવે છે. એવામાં ઘણી વાર ઇન્ડિયન ટીમના પ્લેયરો પોતાની ટીમ સાથે બેસવા કરતાં ઇકૉનૉમી ક્લાસમાં જઈને ટીવી કવરેજ અથવા કૅમેરામેનની બાજુમાં બેસે છે. મને યાદ છે કે મહેન્દ્ર સિંહ ધોની બહુ ઓછો બિઝનેસ ક્લાસમાં બેસતો. તે પોતે કૅપ્ટન બન્યો ત્યારે પણ મૅચના રિયલ હીરો કહેવાતાં ટીવી કવરેજ, કૅમેરા મૅન અને સાઉન્ડ એન્જિનિયરની બાજુમાં જઈને બેસતો. વિરાટ કોહલી પણ તેના જ રસ્તા પર ચાલી રહ્યો છે અને ઇકૉનૉમી ક્લાસમાં પોતાની સીટ બીજા બોલરને આપીને તેનો અને ટીમનો ઉત્સાહ વધારવામાં મહેનત કરી રહ્યો છે.’

sunil gavaskar cricket news sports news coronavirus