ઑલરાઉન્ડર રિચા ઘોષે ડોનેટ કર્યા એક લાખ રૂપિયા

30 March, 2020 05:33 PM IST  |  Mumbai Desk

ઑલરાઉન્ડર રિચા ઘોષે ડોનેટ કર્યા એક લાખ રૂપિયા

કોરોના વાઇરસ સામે જંગ લડવા માટે અનેક સ્પોર્ટ્સ પર્સન આગળ આવી રહ્યાંછે અને હવે ઇન્ડિયન વિમેન્સ ક્રિકેટ ટીમની ઑલરાઉન્ડર પ્લેયર રિચા ઘોષ આગળ આવી છે. રિચાએ કોરોના વાઇરસના ઇલાજ માટે એક લાખ રૂપિયા બંગાળ ચીફ મિનિસ્ટર રિલીફ ફન્માંડ ડોનેટ કર્યા છે. હાલમાં થયેલા વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપમાં ૧૬ વર્ષની રિચાનો ઇન્ડિયન ટીમમાં સમાવેશ થયો હતો. રિચાએ આ એક લાખ રૂપિયાનો ચેક સિલિગુડીના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ સુમંતા સહાયને હૅન્ડઓવર કર્યો હતો.

પોતાના વિચાર જણાવતાં રિચાએ કહ્યું કે ‘જ્યારે બધા કોરોના સામે લડી રહ્યા છે અને ચીફ મિનિસ્ટરે પણ લોકોને આ કામ માટે પોતાનું યોગદાન આપવાની અપીલ કરી ત્યારે મને પણ દેશના એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ બજાવવાની ઇચ્છા થઈ.’
રિચા ઉપરાંત ક્રિકેટ અસોસિએશન ઑફ બેન્ગાલ અને મોહમેડન સ્પોર્ટિંગ ક્લબના પ્રતિનિધિ દીપક સિંહે પણ રિલીફ ફન્ડમાં બે લાખ રૂપિયા ડોનેટ કર્યા છે, જ્યારે ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર મીઠુ મુખરજીએ ૨૫,૦૦૦ રૂપિયાનું ડોનેશન આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

coronavirus covid19 cricket news sports sports news