ઘર સાફ કરવું સરળ નથી, મને બે કલાક લાગ્યા

29 March, 2020 05:38 PM IST  |  Mumbai Desk | IANS

ઘર સાફ કરવું સરળ નથી, મને બે કલાક લાગ્યા

રોહિત શર્મા

મુંબઈ ઇન્ડિયન્સ ટીમના કૅપ્ટન અને ઇન્ડિયન ક્રિકેટ ટીમના હિટમૅને તાજેતરમાં સોશ્યલ મીડિયામાં એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે કેવિન પીટરસન સાથે ઘર સાફ કરવું સરળ કામ નથી એ વિશે વાત કરતો જોવા મળી રહ્યો હતો. વિડિયોમાં ઘરકામ વિશે વાત કરતાં રોહિતે કહ્યું કે ‘મને યાદ નથી કે મેં છેલ્લે ક્યારે ઘરનું કામ કર્યું હતું. જોકે હાલમાં ઘર સાફ કરતાં મને બે કલાક લાગ્યા હતા. ખરેખર ઘર સાફ કરવું ઈઝી નથી ભાઈ.’ 

કોરોના વાઇરસને લીધે બધા સ્પોર્ટ્સમેન પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે જેમાં રોહિત પણ ઘરે રહીને ઘરકામમાં મદદ કરીને સમય પસાર કરી રહ્યો છે. આઇપીએલ ૧૫ એપ્રિલ સુધી પોસ્ટપોન કરવામાં આવી છે. આ વિશે વાત કરતાં રોહિતે કહ્યું હતું કે ‘અમે ખૂબ જ આતુરતાથી એની રાહ જોઈ રહ્યા છીએ. જો બધું કન્ટ્રોલમાં આવી જશે તો આઇપીએલ રમાશે. ક્રિસ લીન, ટ્રેન્ટ બોલ્ટ અને નૅથન જેવા અમારી ટીમમાં ઘણા સારા નવા એડિશન થયા છે. વાનખેડેની પિચ પર બોલ્ટ ખૂબ જ સારા સ્વિંગ કરી શકે છે. બુમરાહ સાથે તેનું કૉમ્બિનેશન જબરદસ્ત રહેશે.’

rohit sharma cricket news sports news sports coronavirus covid19