Corona Effect: પાકિસ્તાન ક્રિકેટ લીગની આખરી તબક્કાની મેચિઝ મોકૂફ

17 March, 2020 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Corona Effect: પાકિસ્તાન ક્રિકેટ લીગની આખરી તબક્કાની મેચિઝ મોકૂફ

પ્રતિકાત્મક તસવીર

જેમ ભારતમાં આઇપીએલની તારીખ પાછી ઠેલાઇ છે તે જ રીતે પાકિસ્તાન સુપર લીગ (PSL) પણ COVID-19ને પગલે હવે ઘોંચમાં પડી છે. અત્યાર સુધીમાં તો કરાચીનાં ક્લોઝ્ડ સ્ટેડિયમમાં આ લીગ રમાઇ પણ હવે ટુર્નામેન્ટનાં આખરી પડાવને પોસ્ટપોન્ડ કરવાનો નિર્ણય પીએસએલ ઓર્ગેનાઇઝર્સે લઇ લીધો છે. ૧૭મીએ સેમી ફાઇનલ અને ૧૮મી માર્ચે ફાઇનલ મેચ ખેલાવાની હતી જે લાહોરમાં યોજાત પણ તે મોકૂફ રખાઇ છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ નિર્ણય ત્યારે લીધો જ્યારે એક વિદેશી ખેલાડીએ COVID-19નાં લક્ષણ દર્શાવ્યા. તેનું જલ્દી જ સ્ક્રીનિંગ થવાનું છે અને કહેવાય છે કે આ ખેલાડી પાકિસ્તાનમાંથી પોતાના દેશ જવા નિકળી ગયો છે તથા તેણે જાતને ક્વોરેન્ટાઇન કરી દીધી છે. PCBએ વિદેશી ખેલાડીઓને વતન પરત મોકલવાની વ્યવસ્થાઓ કરી છે અને હવે બાકીની ફ્રેન્ચાઇઝી, મેચ અધિકારીઓ, પ્રતિનિધિઓ અને બ્રોડકાસ્ટ ક્રુનાં સ્ક્રિનિંગની તજવીજ પણ શરૂ થઇ ગઇ છે.

મુલ્તાન સુલ્તાને પેશાવર ઝલ્મી સામે પહેલી સેમિફાઇનલમાં રમવાનું હતું જ્યારે કરાચી કિંગઝે લાહોર ક્વૉલેન્ડર્સ સામે બીજી સેમિ ફાઇનલમાં રમવાનું હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જાહેર કર્યું છે કે આ મેચિઝ અત્યારે મોકૂફ રખાઇ છે તથા તેની તારીખો બાદમાં જાહેર કરાશે.

international news pakistan cricket news sports sports news