આ સર્ફેસ પર રમવા માટે કાઉન્ટર-અટૅક જરૂરી છે : વૉક્સ

10 August, 2020 07:55 PM IST  |  Manchester | IANS

આ સર્ફેસ પર રમવા માટે કાઉન્ટર-અટૅક જરૂરી છે : વૉક્સ

ક્રિસ વૉક્સ

પાકિસ્તાન સામે રમાયેલી પહેલી ટેસ્ટ મૅચમાં ક્રિસ વૉક્સે નૉટઆઉટ ૮૪ રનની ઇનિંગ રમીને પોતાની ટીમને વિજય અપાવ્યો હતો. જોસ બટલર સાથે મળીને તેણે સાતમી વિકેટ માટે સારી પાર્ટનરશિપ કરી હતી. પોતાની ઇનિંગનું રહસ્ય ખોલતાં વૉક્સે કહ્યું કે ‘મારા ખ્યાલથી એ વિકેટ પર કાઉન્ટર-અટૅક કરીને આગળ વધવું બરાબર હતું. ખાસ કરીને જ્યારે ઓલી પોપ આઉટ થયો ત્યારે અમે ઇનિશ્યેટિવ લઈને ઝડપથી સ્કોર આગળ વધારવાનું નક્કી કર્યું હતું. કાઉન્ટર-અટૅક કરવાનો અમે જે વિચાર કર્યો એ યોગ્ય સાબિત થયો. જોસ પણ ઘણી સારું ક્રિકેટ રમ્યો, પણ બદ્નસીબે તે આઉટ થઈ ગયો. વિશ્વ ક્રિકેટમાં વાઇટ બૉલ પ્લેયર તરીકે તે એક દિગ્ગજ પ્લેયર છે. સ્પિનરોને તે જે રીતે રમે છે એ અદ્ભુત છે. મને નથી લાગતું કે બૅટિંગને લઈને મારી પાસે ટ્રેઇનિંગની કમી છે. હું નસીબદાર છું કે આજે બૉલ પર કૉન્સન્ટ્રેટ કરીને સારા રન બનાવી શક્યો. કેટલીક મહત્ત્વની વિકેટ પણ લઈ શક્યો, એની પણ મને ખુશી છે. આશા રાખું કે મારું આ ફૉર્મ આગળ પણ યથાવત્ રાખીશ.’

cricket news sports news england pakistan