વૉક્સ અને બટલર બન્ને હેડિંગ્લીની સ્ટોક્સના જેવી ઇનિંગ રમ્યાઃ અઝહર અલી

10 August, 2020 08:12 PM IST  |  Manchester | IANS

વૉક્સ અને બટલર બન્ને હેડિંગ્લીની સ્ટોક્સના જેવી ઇનિંગ રમ્યાઃ અઝહર અલી

અઝહર અલી

ઇંગ્લૅન્ડ સામે પહેલી ટેસ્ટ હાર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કૅપ્ટન અઝહર અલીએ કહ્યું કે ક્રિસ વૉક્સ અને જોસ બટલરની ઇનિંગ ગયા વર્ષે હેડિંગ્લીમાં ઍશિઝ દરમ્યાન બેન સ્ટોક્સની શતકીય ઇનિંગની બરાબર હતી. સાતમી વિકેટ માટે બન્ને પ્લેયરોએ મળીને ૧૩૯ રનની ભાગીદારી કરી હતી, જેને કારણે યજમાન ટીમ આ મૅચ જીતવામાં સફળ થઈ હતી. અઝહરે કહ્યું કે ‘પ્રાપ્ત થયેલા પરિણામથી નાખુશ છું. ગેમ જીતવાની ક્રેડિટ જોસ બટલર અને ક્રિસ વૉક્સને જાય છે. તેઓ મૅચને અમારા હાથમાંથી છીનવી ગયા હતા. એક સમયે અમે વિકેટ પર ઘણા કમ્ફર્ટેબલ હતા, પણ પછી પિચે સાથ ન આપ્યો. ગેમનો આખો મોમેન્ટમ બદલાઈ ગયો હતો અને અમે કશું કરી ન શક્યા. જ્યારે કોઈ આવી રીતે રમે છે ત્યારે તમારે તેને ક્રેડિટ આપવી ઘટે. ગયા વર્ષે આવી પરિસ્થિતિમાં હેડિંગ્લીમાં ઑસ્ટ્રેલિયા સામે બેન સ્ટોક્સ શતકીય ગેમ રમ્યો હતો. મને નવાઈ એ વાતની લાગી કે બૉલ સારા શેપમાં હોવા છતાં રિવર્સ સ્વિંગ નહોતો કરી રહ્યો. અમે એ જ આશામાં હતા કે બૉલ રિવર્સ સ્વિંગ થશે. અમને એને લીધે શરૂઆતમાં વિકેટ પણ મળી છતાં પછીથી થયેલી તેમની ભાગીદારીએ બધું બદલી નાખ્યું.’

cricket news pakistan england test cricket