યુસૈન બોલ્ટ સાથે પાર્ટી કરનાર ક્રિસ ગેઇલનો કોરોના રિપોર્ટ નેગેટિવ

25 August, 2020 05:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

યુસૈન બોલ્ટ સાથે પાર્ટી કરનાર ક્રિસ ગેઇલનો કોરોના રિપોર્ટ નેગેટિવ

ક્રિસ ગેઇલ

વિશ્વના સૌથી ફાસ્ટ રનર અને 8 વાર ઑલમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ યુસૈન બોલ્ટ (Usain Bolt)ના જન્મદિવસની પાર્ટીમાં સામેલ ક્રિકેટર ક્રિસ ગેઇલ (Chris Gayle)નો કોરોના વાયરસ (COVID-19) રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. બોલ્ટનો કોરોના રિપોર્ટ પૉઝીટીવ આવતા પાર્ટીમાં જેટલા પણ લોકો હાજર હતા તે દરેક લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે ક્રિસ ગેઇલનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, ક્રિસ ગેઇલ તે ખેલાડીઓમાંથી એક છે જેણે બોલ્ટની પાર્ટીમાં હિસ્સો લીધો હતો. તેનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હવે તે આઈપીએલની આગામી સિઝનમાં કિંગ્ઝ ઇલેવન પંજાબ સાથે જોડાવા માટે દુબઇ જવા રવાના થશે. જો ગેઇલને કોરોના પૉઝિટિવ આવે તો આ વખતે તેનું પંજાબ માટે રમવું શંકાસ્પદ બની જાય પરંતુ તેમ થયું નથી કેમ કે ગેઇલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

આ પણ વાંચો: યુસૈન બોલ્ટ કોરોના પૉઝિટીવ, બર્થડે પાર્ટીમાં સોશિયલ ડિસ્ટેન્સ નહોતું...

ક્રિસ ગેઇલે સોશ્યલ મીડિયા પરથી આ જાહેરાત કરી હતી કે, તેણે બે વખત કોરોના વાયરસ માટે ટેસ્ટ કરાવ્યા હતા અને બંનેમાં તે નેગેટિવ આવ્યો છે. તેણે જણાવ્યું હતું કે, દુબઈના પ્રવાસે જતાં અગાઉ મારે બે નેગેટિવ ટેસ્ટ કરાવવાના હતા. થોડા દિવસ અગાઉ મે કોરોના માટે પ્રથમ ટેસ્ટ કરાવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. બીજો ટેસ્ટ પણ આ જ રીતે નેગેટિવ આવ્યો હતો. તેણે સ્ટોરીમાં લખ્યું હતું કે, થેન્ક ગોડ કે રિપોર્ટ નેગેટિવ આવ્યો. હવે 2020માં હું ઘરે જ રહેવાનો છું, ફરી પ્રવાસ નહી કરું.

coronavirus covid19 sports sports news chris gayle