રામનરેશ સરવન સાથે ખટપટ થતાં ક્રિસ ગેઇલે કહ્યું...

29 April, 2020 12:43 PM IST  |  Jamaica | Agencies

રામનરેશ સરવન સાથે ખટપટ થતાં ક્રિસ ગેઇલે કહ્યું...

રામનરેશ સરવન અને ક્રિસ ગેઇલ

વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ખેલાડી રામનરેશ સરવન અને ક્રિસ ગેઇલ વચ્ચે સંબંધો વધારે બગડતા જઈ રહ્યા છે. સરવનને કારણે ગેઇલને કૅરિબિયન પ્રીમિયર લીગની ટીમ જમૈકા તલ્લોહસમાંથી કાઢી નાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આને કારણે ગેઇલ અને તેની ફ્રૅન્ચાઇઝી વચ્ચે સંબંધો પણ સરવનને કારણે બગડ્યા હોવાનું કહેવાય છે. આ વિશે ગેઇલે કહ્યું કે ‘સરવન, તું કોરોના વાઇરસ કરતાં પણ વધારે ખરાબ છે. તલ્લોહસમાં માલિક સાથે મળીને તેં ઘણી મોટી ગેમ રમી નાખી, કેમ કે ટીમનો માલિક તારો સારો ફ્રેન્ડ છે. મારી છેલ્લી બર્થ-ડે પાર્ટી જમૈકામાં યોજાઈ હતી ત્યારે તું જ મોટી-મોટી સ્પીચ આપી રહ્યો હતો કે આપણે કેટલે દૂર સુધી સાથે આવ્યા છીએ. સરવન, તું નાગ છે. તું હજી મૅચ્યોર નથી. તું હજી પણ લોકોની પીઠમાં છરો ભોંકે છે. તું ક્યારે બદલાશે? ‘યુનિવર્સ બૉસ’ની સામે જોવાનું અને ‘યો ક્રિસ’ કહેવાનું વિચારતો પણ નહીં, કારણ કે હું તને આ વાત ડાયરેક્ટ કહું છું, બસ.’

chris gayle cricket news sports news