02 July, 2025 10:56 AM IST | London | Gujarati Mid-day Correspondent
ક્રિસ ગેઇલ, વિજય માલ્યા, લલિત મોદી
વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ક્રિસ ગેઇલે હાલમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ના ભૂતપૂર્વ માલિક વિજય માલ્યા અને IPLના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદી સાથે ફોટો શૅર કર્યો હતો. લંડનની એક પાર્ટીમાં IPLના આ જાણીતા ચહેરા ભેગા થયા હતા. યુનિવર્સ બૉસે ભારતની કાયદાકીય કાર્યવાહીથી વર્ષોથી દૂર ભાગી રહેલા વિજય માલ્યાને બિગ બૉસ અને લલિત મોદીને કિંગ ઑફ IPL ગણાવ્યા હતા.