મારી મમ્મીએ મારી કરીઅર માટે ઘણી તકલીફો જોઈ છે: આદિત્ય સરવટે

19 March, 2019 12:14 PM IST  |  | ચિરાગ દોશી

મારી મમ્મીએ મારી કરીઅર માટે ઘણી તકલીફો જોઈ છે: આદિત્ય સરવટે

આદિત્ય સરવટે

વિદર્ભનો સ્પિનર આદિત્ય સરવટેએ જાન્યુઆરીમાં સમાપ્ત થયેલી ભારતની પ્રીમિયર ડૉમેસ્ટિક ફર્સ્ટ ક્લાસ ટુર્નામેન્ટ રણજી ટ્રોફીમાં ૫૫ વિકેટ લઈને પોતાની ટીમને ટાઇટલ જિતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ૧૧ મૅચમાં એક ઇનિંગ્સમાં ૪ વિકેટ બે વખત અને એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ ૬ વખત લીધી હતી.

મા-બાપના એકના એક સંતાન આદિત્યએ ફોન પર ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘વિદર્ભે સતત બીજી વખત રણજી પછી ઈરાની ટ્રોફી જીતી એ ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની મહેનતનું પરિણામ છે. મેં સતત સ્ટમ્પ-ટુ-સ્ટમ્પ બોલિંગ કરીને હરીફ બૅટ્સમેનોને પ્રેશરમાં રાખ્યા હતા. મારી સફળતાનું શ્રેય હું મારી મમ્મીને આપીશ, કારણ કે તેમણે મારી ક્રિકેટ-કરીઅર માટે ઘણા ત્યાગ કર્યા છે. થોડાં વર્ષો પહેલાં મારા પપ્પાનો અકસ્માત થવાથી તેઓ વ્હીલચૅરગ્રસ્ત થઈ ગયા છે એથી ઘર ચલાવવા મારી મમ્મીએ બૅન્કમાં જૉબ કરવાની શરૂઆત કરી. આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં મારી મમ્મીએ મને ક્રિકેટ છોડવાનું ન કહ્યું. હું અત્યારે કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલમાં સિનિયર અકાઉન્ટન્ટ તરીકે જૉબ કરું છું.

આ પણ વાંચો : ISL ટ્રોફી જીતવા માટે અમે ઘણા ઉત્સુક હતા : સુનીલ છેત્રી

મને ૨૦૧૩માં જૉબ મળતાં તેમણે ત્યારે જ રિટાયરમેન્ટ લઈ લીધું હતું. ખરાબ સમયમાં મને શીખવા મળ્યું કે ક્યારેય અછતની ફરિયાદ નહીં કરવાની. આપણે આપણા ટૅલન્ટ, ઊડું ફોકસ અને હાડવર્કથી સંપૂર્ણ મેળવી શકીએ છે. મારા નાનપણના કોચ પ્રવીણ હિન્ગનીકરે મને કહ્યું હતું કે જે કરો એ દિલથી કરો અને કાયમ પૉઝિટિવ રહો. તેમના આ શબ્દોએ મને ઘણો મોટિવેટ કર્યો હતો.’

vidarbha ranji trophy cricket news sports news