ઈરાની કપ બૅન્ગલોરમાં રમાશે : ચેતેશ્વર પૂજારા રેસ્ટ ઑફ ઇન્ડિયા ટીમનો કૅપ્ટન

11 September, 2012 05:52 AM IST  | 

ઈરાની કપ બૅન્ગલોરમાં રમાશે : ચેતેશ્વર પૂજારા રેસ્ટ ઑફ ઇન્ડિયા ટીમનો કૅપ્ટન


દિલ્હી: ગયા વર્ષની રણજી ચૅમ્પિયન રાજસ્થાન અને રેસ્ટ ઑફ ઇલેવન વચ્ચે રમાનારા આ મુકાબલામાં રેસ્ટ ઑફ ઇન્ડિયાની ટીમની કૅપ્ટનશિપ સૌરાષ્ટ્રના બૅટ્સમેન ચેતેશ્વર પૂજારાને સોંપવામાં આવી છે. અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં સુપર્બ પર્ફોર્મન્સ કરનારા મુંબઈના સ્પિનર હરમીત સિંહને પણ રેસ્ટ ઑફ ઇન્ડિયાની ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો છે. પાંચ દિવસની આ મૅચ ૨૧ સપ્ટેમ્બરે શરૂ થશે.

૨૯ સપ્ટેમ્બરથી બીજી ઑક્ટોબર દરમ્યાન રાજકોટમાં રમાનારી  ૫૦-૫૦ ઓવરની ચૅલેન્જર ટ્રોફી ગયા વર્ષના વિજય હઝારે ટ્રોફીના વિજેતા બંગાળ, ઇન્ડિયા-એ અને ઇન્ડિયા-બે વચ્ચે રમાશે. ઇન્ડિયા-એનો કૅપ્ટન સુબ્રમણ્યમ બદરીનાથ હશે અને ઇન્ડિયા-બીના કૅપ્ટન તરીકે ચેતેશ્વર પૂજારાના નામની જાહેરાત કરવામાં આવી છે.

રેસ્ટ ઑફ ઇન્ડિયા ટીમ : ચેતેશ્વર પૂજારા (કૅપ્ટન), મુરલી વિજય, અજિન્ક્ય રહાણે, સુબ્રમણ્યમ બદરીનાથ, દિનેશ કાર્તિક, વૃદ્ધમાન સહા, યુસુફ પઠાણ, પ્રજ્ઞાન ઓઝા, પરવીન્દર અવાના, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, શિખર ધવન, સ્ટુઅર્ટ બિન્ની, અભિમન્યુ મિથુન અને હરમીત સિંહ.

ઇન્ડિયા-એ : સુબ્રમણ્યમ બદરીનાથ (કૅપ્ટન), અજિન્ક્ય રહાણે, શિખર ધવન, રૉબિન ઉથ્થપા, દિનેશ કાર્તિક, મનીષ પાંડે, યુસુફ પઠાણ, ઇશાંત શર્મા, પરવીન્દર અવાના, અભિમન્યુ મિથુન, પ્રજ્ઞાન ઓઝા, ઇકબાલ અબદુલા, હર્ષલ પટેલ, ઉદિત બિરલા.

ઇન્ડિયા-બી : ચેતેશ્વર પૂજારા (કૅપ્ટન), મુરલી વિજય, શ્રીકાંત અનિરુદ્ધ, કેદાર જાધવ, રૉબિન બિસ્ત, સ્ટુઅર્ટ બિન્ની, રવીન્દ્ર જાડેજા, બાબા અપરાજિત, પ્રવીણકુમાર, ઉમેશ યાદવ, મુનાફ પટેલ, હરમીત સિંહ, રોહિત મોટવાણી, સંદીપ શર્મા.