ચેતેશ્વર પુજારાનો ચોથી કાઉન્ટી ક્લબ સાથે કરાર

11 March, 2022 05:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચેતેશ્વર પુજારાને આઇપીએલની હરાજીમાં કોઈ પણ ટીમે ન ખરીદ્યો, ત્યાર પછી તેને શ્રીલંકા સામેની ટેસ્ટ-સિરીઝ માટેની ટીમમાં સામેલ ન કરાયો

ચેતેશ્વર પુજારા

ચેતેશ્વર પુજારાને આઇપીએલની હરાજીમાં કોઈ પણ ટીમે ન ખરીદ્યો, ત્યાર પછી તેને શ્રીલંકા સામેની ટેસ્ટ-સિરીઝ માટેની ટીમમાં સામેલ ન કરાયો અને ત્યાર બાદ બીસીસીઆઇના વાર્ષિક કૉન્ટ્રૅક્ટની બાબતમાં પણ તેને ગ્રેડ ‘એ+’માંથી ગ્રેડ ‘બી’માં ઉતારવામાં આવ્યો એને પગલે તે હવે સસેક્સ કાઉન્ટી વતી રમવા ઇંગ્લૅન્ડ જવાની તૈયારીમાં છે. કાઉન્ટી ચૅમ્પિયનશિપમાં અને રૉયલ વન-ડે કૉમ્પિટિશનમાં તેને સસેક્સ ક્લબે ટ્રેવિસ હેડના સ્થાને લીધો છે.
પુજારાનો આ ચોથો કાઉન્ટી-કૉન્ટ્રૅક્ટ છે. અગાઉ તે યૉર્કશર, ડર્બીશર અને નૉટિંગહૅમશર વતી રમી ચૂક્યો છે.
સસેક્સની ટીમમાં ઑસ્ટ્રેલિયાનો વિકેટકીપર-બૅટર જૉશ ફિલિપ અને અફઘાનિસ્તાનનો લેગ-સ્પિનર રાશિદ ખાનને પણ સમાવવામાં આવ્યો છે.

sports news cricket news cheteshwar pujara