સંજય માંજરેકરના ૨૦૧૨ના એક આર્ટિકલે રવિચન્દ્રન અશ્વિનનું જીવન બદલી નાખ્યું હતું

10 August, 2026 02:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવિચન્દ્રન અશ્વિને ખુલાસો કર્યો કે સંજય માંજરેકરના ૨૦૧૨ના ટીકા કરતા લેખથી તેમને દુઃખ થયું હતું, પરંતુ એ જ ટીકા તેમના માટે પ્રેરણા બની. ચાર વર્ષ સુધી મહેનત કર્યા બાદ અશ્વિને માંજરેકરને કહ્યું કે તેમના આર્ટિકલે જીવન બદલી નાખ્યું.

રવિચંદ્રન અશ્વિન સંજય માંજરેકર

ભારતના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને હાલમાં પોતાના જીવનના એક મહત્ત્વપૂર્ણ વળાંક વિશે મોટો ખુલાસો કર્યો છે. ક્રિકેટરમાંથી કૉમેન્ટેટર બનેલા સંજય માંજરેકરના ૨૦૧૨ના એક આર્ટિકલે રવિચન્દ્રન અશ્વિનના જીવનમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. 
રવિચન્દ્રન અશ્વિન કહે છે કે ‘એ સમયે ઑસ્ટ્રેલિયાના ટૂરમાં સંજય માંજરેકરે મારી ફિટનેસ વિશે સવાલ ઉઠાવીને એક આર્ટિકલ લખ્યો હતો. તેણે મારી બોલિંગ ઍક્શન દરમ્યાન ફીલ્ડિંગ અને ક્રીઝ પર મારી સ્થિરતા પર ટીકા કરતો એક લેખ લખ્યો હતો. અે વાચીને મને ગુસ્સો આવ્યો અને મને ખૂબ દુઃખ પણ થયું. મેં તેની સાથે વાત કરવાનું છોડી દીધું હતું.’ 
રવિચન્દ્રન અશ્વિન વધુમાં કહે છે કે ‘મેં આગામી ૪ વર્ષ સુધી ખૂબ મહેનત કરી, કારણ કે હું કુદરતી ખેલાડી નહોતો. ૨૦૧૫માં તેણે બીજો લેખ લખ્યો જેમાં જણાવ્યું હતું કે હું ખરેખર સારી બોલિંગ કરી રહ્યો છું. અે સમયે મેં તેનો નંબર માગ્યો અને તેને મેસેજ કર્યો જેમાં લખ્યું કે તારા આર્ટિકલે મારું જીવન બદલી નાખ્યું છે.’ હું હંમેશાં જોઉં છું કે ટીકામાંથી કંઈક શીખવા જેવું છે કે નહીં.’

ravichandran ashwin sanjay manjrekar cricket news team india indian cricket team sports news sports