દિલ્હી સેમીમાં પોતાના બે આઇપીએલ-પ્લેયરોને લીધે હાર્યું

27 October, 2012 07:06 AM IST  | 

દિલ્હી સેમીમાં પોતાના બે આઇપીએલ-પ્લેયરોને લીધે હાર્યું

તેણે ૪૯ બૉલમાં એક સિક્સર અને ચાર ફોરની મદદથી ૫૦ રન બનાવ્યા હતા. જોકે મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ લાયન્સના નીલ મૅકેન્ઝી (૪૬ નૉટઆઉટ, ૨૮ બૉલ, એક સિક્સર, ચાર ફોર)ને મળ્યો હતો. ૨૦૦૯-૨૦૧૦માં આઇપીએલમાં દિલ્હી વતી રમેલા ડર્ક નૅનસે કૅપ્ટન રૉસ ટેલર (એક રન) અને અજિત આગરકર (બે રન)ની વિકેટ લઈને લાયન્સનો વિજય આસાન બનાવ્યો હતો.

લાયન્સે પાંચ વિકેટે ૧૩૯ રન બનાવ્યા હતા. દિલ્હીના ઉન્મુક્ત ચંદે, બર્થ-ડે બૉય ઉમેશ યાદવે અને કેવિન પીટરસને એક-એક કૅચ છોડ્યો હતો.

દિલ્હી ૯ વિકેટે ફક્ત ૧૧૭ રન બનાવી શક્યું હતું જેમાં પીટરસનના ૫૦ રન હાઇએસ્ટ હતા. કૅપ્ટન માહેલા જયવર્દનેએ પોતાના બદલે ડેવિડ વૉર્નરને રમવાનો મોકો આપ્યો હતો, પરંતુ વૉર્નર ૨૧ રન બનાવી શક્યો હતો. વીરેન્દર સેહવાગ પહેલા જ બૉલમાં લૉફ્ટેડ શૉટ મારવા જતાં કૅચ આપી બેઠો હતો.

લાયન્સના પેસબોલર ક્રિસ મૉરિસની બોલિંગ-ઍનૅલિસિસ (૪-૦-૭-૨) આખી મૅચમાં સર્વશ્રેષ્ઠ હતી.

આઇપીએલ = ઇન્ડિયન પ્રીમિયર લીગ