ટાઇટન્સ જીતી ગયું : આખરે ઑકલૅન્ડની આગેકૂચ અટકી

18 October, 2012 05:18 AM IST  | 

ટાઇટન્સ જીતી ગયું : આખરે ઑકલૅન્ડની આગેકૂચ અટકી



ડર્બન: ચૅમ્પિયન્સ લીગમાં ગઈ કાલે ગ્રુપ ‘એ’માં ટાઇટન્સે ક્વૉલિફાઇંગ રાઉન્ડથી સતત જીતતી ઑકલૅન્ડ ઍસીસને ૫૯ રનથી હરાવીને એની આગેકૂચ રોકી હતી. ટાઇટન્સે જૅક રુડોલ્ફ (૬૩ રન, ૫૬ બૉલ, ૭ ફોર) અને મૅન ઑફ ધ મૅચ ફરહાન બેહરદીન (૪૮ નૉટઆઉટ, ૨૩ બૉલ, ૩ સિક્સર, ૧ ફોર)ની મદદથી ૪ વિકેટે ૧૭૨ રન બનાવ્યા હતા.

ઑકલૅન્ડ ઍસીસ ૧૧૩ રને ઑલઆઉટ થયું હતું. એક જ વિકેટ લેનાર અઝહર મહમૂદ ૭ રન બનાવી શક્યો હતો. ટાઇટન્સના બોલરો એથી ઍમ્બલાતી અને અલ્ફૉન્સો થૉમસે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. ગ્રુપ ‘એ’માં ટાઇટન્સના આઠ તથા દિલ્હી ડેરડેવિલ્સ અને ઑકલૅન્ડ ઍસીસના ચાર-ચાર પૉઇન્ટ હતા. ગ્રુપ ‘બી’માં સિડની સિક્સર્સ તથા હાઇવેલ્ડ લાયન્સ ૮-૮ પૉઇન્ટ સાથે મોખરે હતા.