ચૅમ્પિયન્સ લીગમાં ૧૨ વર્ષે ફરી રિયલ મૅડ્રિડનું રાજ

26 May, 2014 06:50 AM IST  | 

ચૅમ્પિયન્સ લીગમાં ૧૨ વર્ષે ફરી રિયલ મૅડ્રિડનું રાજ


લિસ્બન : ફૂટબૉલ ટુર્નામેન્ટ ચૅમ્પિયન્સ લીગની શનિવારે રાત્રે રમાયેલી ફાઇનલમાં એક જ શહેરની બે ટીમો વચ્ચેના મુકાબલામાં રિયલ મૅડ્રિડે બાજી મારીને ચૅમ્પિયન બની ગયું હતું. રિયલ મૅડ્રિડે ફાઇનલ ઍટલેન્ટિકોને ૪-૧થી હરાવી દીધા હતા. રિયલ મૅડ્રિડે આ ખૂબ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ૧૩મી વાર ફાઇનલ રમતાં ૧૦મી વાર ચૅમ્પિયન બની ગયા હતા. છેલ્લે તેઓ ૨૦૦૨માં ચૅમ્પિયન બન્યા હતા અને હવે ૧૨ વર્ષ બાદ ફરી તેમનો દબદબો જમાવી દીધો હતો. ફાઇનલમાં ગઈ કાલે ઍટલેન્ટિકોએ પહેલાં ગોલ ફટકારીને લીડ લઈ લીધી હતી, પણ રિયલ મૅડ્રિડના સર્જિયો રામોસે છેલ્લે ગોલ ફટકારીને મૅચને એક્સ્ટ્રા ટાઈમાં લઈ ગયા હતા, જ્યાં સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાન્ડોના સહિત ત્રણ ગોલ ફટકારીને મૅચ ૪-૧થી જીતી લીધી હતી. રોનાલ્ડનો આ સીઝનનો આ રેકૉર્ડે ૧૭મો ગોલ હતો.