સચિનની રેસિંગ લીગની ટીમ ખરીદવામાં શાહરુખ, યુવી, ગાંગુલી સહિત ઘણાને રસ

03 November, 2011 09:48 PM IST  | 

સચિનની રેસિંગ લીગની ટીમ ખરીદવામાં શાહરુખ, યુવી, ગાંગુલી સહિત ઘણાને રસ

 

આ રેસિંગ લીગની ફૉર્મેટ આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની જેમ ભારતના વિવિધ શહેરોના નામવાળા ફ્રૅન્ચાઇઝી પર આધારિત છે અને આ ફ્રૅન્ચાઇઝીઓ ખરીદવામાં બૉલીવુડના ઍક્ટર-ઍક્ટ્રેસો તેમ જ યુવરાજ સિંહ તથા સૌરવ ગાંગુલી જેવા ક્રિકેટરો તેમ જ જાણીતા બિઝનેસમેનોએ રસ બતાવ્યો છે.

કાર-રેસ ક્યાં યોજાશે?

આ રેસિંગ લીગમાં F1ના તેમ જ ભારતના ઊભરતા કાર-રેસડ્રાઇવરો ભાગ લેશે. લીગમાં કુલ ૮ ટીમો રાખવામાં આવશે. આ વર્ષની ૧૮ ડિસેમ્બરે લીગની શરૂઆત થશે અને એ ૨૫ ફેબ્રુઆરી સુધી ચાલશે. રેસમાં પ્રત્યેક ટીમની બે કાર દોડશે. લીગની રેસ દિલ્હી તથા ચેન્નઈ ઉપરાંત ઉપરાંત અબુ ધાબી, ક્વાલા લમ્પુર, દોહા, દુબઈ અને બાહરિનમાં યોજાશે. એક રિપોર્ટ મુજબ આ લીગમાં આઠ નહીં, પણ કુલ નવ ટીમો હશે.

ફ્રૅન્ચાઇઝીની કિંમત કેટલી?

લીગના પ્રમોટરો દ્વારા પ્રત્યેક ફ્રૅન્ચાઇઝી ૧૫ વર્ષ માટે કુલ બે કરોડ ડૉલર (એક અબજ રૂપિયા)માં વેચવામાં આવશે. એ ખરીદનાર ઇન્વેસ્ટરોએ પહેલાં ૫૦ લાખ ડૉલર (૨૫ કરોડ રૂપિયા) આપવા પડશે અને ત્યાર બાદ ૧૫ વર્ષ દરમ્યાન પ્રતિવર્ષ ૧૦ લાખ ડૉલર (પાંચ કરોડ રૂપિયા) પ્રમાણે બાકીના દોઢ કરોડ ડૉલર (૭૫ કરોડ રૂપિયા) આપી દેવા પડશે.

કુલ કેટલા રૂપિયાનાં ઇનામો?

i૧ સુપર સિરીઝમાં એક વર્ષ દરમ્યાન કુલ ૨૦ લાખ ડૉલર (૧૦ કરોડ રૂપિયા)ના ઇનામો આપવામાં આવશે.

એક અબજ રૂપિયાની કઈ ટીમના સંભવિત ખરીદદારો કોણ?

મુંબઈ : શાહરુખ ખાન, જય મહેતા, જુહી ચાવલા

દિલ્હી : મોહિત બર્મન અને એક ઇન્વેસ્ટર

હૈદરાબાદ : એન. પ્રસાદ અને નાગાજુર્ન (ફિલ્મ-ઍક્ટર)

ચેન્નઈ : ટોની ફર્નાન્ડિસ અને એસ. જી. શ્રીનિવાસ

ચંડીગઢ : યુવરાજ સિંહ અને એક સ્થાનિક બિઝનેસમૅન

કલકત્તા : સૌરવ ગાંગુલી અને બીજા ઇન્વેસ્ટરો

પુણે : બૉલીવુડના એક ટોચના ફૅમિલીના સંબંધી એક બિઝનેસમૅન

બૅન્ગલોર : કેટલાક ઇન્વેસ્ટરોનું ગ્રુપ