કૅપ્ટનશિપને લીધે મારી ગેમમાં કોઈ ફરક નહીં પડે : બેન સ્ટોક્સ

01 July, 2020 02:41 PM IST  |  London | Agencies

કૅપ્ટનશિપને લીધે મારી ગેમમાં કોઈ ફરક નહીં પડે : બેન સ્ટોક્સ

બેન સ્ટોક્સ

વેસ્ટ ઇન્ડીઝ સાથે શરૂ થનારી પહેલી ટેસ્ટ મૅચમાં ઇંગ્લૅન્ડની ટીમને જો રૂટની ગેરહાજરીમાં બેન સ્ટોક્સ લીડ કરવાનો છે. આ પહેલાં સ્ટોક્સે કહ્યું કે કૅપ્ટનશિપને લીધે મારી ગેમમાં કોઈ ફરક નહીં પડે. આ નવી જવાબદારી માટે સ્ટોક્સે તૈયારી શરૂ કરી દીધી છે. પોતાની તૈયારી વિશે વાત કરતાં બેન સ્ટોક્સે કહ્યું કે ‘હું હંમેશાં મારા ઍટિટ્યુડ અને કમિટમેન્ટને ધ્યાનમાં રાખીને એક ઉદાહરણ પૂરું પાડવાનો પ્રયાસ કરું છું. કૅપ્ટન તરીકેની જવાબદારી મને સોંપવામાં આવી છે એનાથી પ્રેશર વધે છે, કારણ કે તમારે ગેમ દરમ્યાન ઘણા અઘરા નિર્ણય લેવા પડતા હોય છે, પણ આ પ્રેશરને કારણે મારી ગેમમાં કોઈ ફરક નહીં આવે. મારા હાથમાં બૅટ અને બૉલ જે આવશે એનાથી હું સકારાત્મક રહીને રમવાનો પ્રયાસ કરીશ. મને નથી ખબર કે હું કેવું પર્ફોર્મ કરીશ, પણ જે કરીશ એ પૉઝિટિવ રહીને કરીશ. ખરું કહું તો મેં ક્યારેય કૅપ્ટન બનવાનું લક્ષ્ય નથી રાખ્યું. ઍન્ડ્રુ સ્ટ્રોસ પછી ઍલિસ્ટર કુકને ઇંગ્લૅન્ડના કૅપ્ટન તરીકે જોવામાં આવતો હતો અને તેના પછી જો રૂટને કૅપ્ટન તરીકે જોવામાં આવતો હતો. હું એવો કૅપ્ટન નથી જે આ દરેક મહાન કૅપ્ટન સાથે નામ પામી શકું. જોકે એમ છતાં મારા માટે આ સન્માનની વાત છે. એક વાર તો હું પણ એમ કહી શકું કે હા ઇંગ્લૅન્ડનો કૅપ્ટન રહી ચૂક્યો છું. હાલમાં હું મારો પૂરો પ્રયત્ન કરીશ કે આ મળેલી તકનો સારો લાભ લઈ શકું અને સફળ બનું.’

ben stokes west indies cricket news sports news