વરસાદના વિઘ્ન પછી કૅપ્ટન કરુણારત્નેએ બાજી સંભાળી

23 August, 2019 11:31 AM IST  |  કોલંબો

વરસાદના વિઘ્ન પછી કૅપ્ટન કરુણારત્નેએ બાજી સંભાળી

વરસાદના વિઘ્ન પછી કૅપ્ટન કરુણારત્નેએ બાજી સંભાળી

ન્યુ ઝીલૅન્ડ અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટના પહેલા દિવસે વરસાદે ખલેલ પહોંચાડ્યા પછી યજમાન કૅપ્ટન દિમુથ કરુણારત્ને ૪૯ રને નૉટઆઉટ હતો. દિવસના અંતે શ્રીલંકાનો સ્કોર ૩૬.૩ ઓવરમાં બે વિકેટે ૮૫ રન હતો જેમાં કરુણારત્ને સાથે ઍન્જેલો મૅથ્યુઝ એકેય રન બનાવ્યા વિના નૉટઆઉટ હતો.
પહેલું સેશન વરસાદને કારણે ધોવાઈ ગયા પછી ટૉસ જીતીને શ્રીલંકાએ પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકન ઓપનરો કરુણારત્ને અને લાહિરુ થિરિમાનેએ ન્યુ ઝીલૅન્ડના પેસ બોલરો સામે ધીમી પણ પૉઝિટિવ શરૂઆત કરી હતી. ૧૫મી ઓવરમાં થિરિમાને ૩૫ બૉલમાં બે રન બનાવીને વિલિયમ સોમરવિલેનો શિકાર થયો હતો.
કુશલ મેન્ડીસે ૭૦ બૉલમાં ૪ ફોરની મદદથી ૩૨ રન બનાવીને કૅપ્ટનનો સારો સાથ આપ્યો હતો. વરસાદને કારણે વેડફાયેલી ઓવરો સરભર કરવા ટેસ્ટના બાકીના ૪ દિવસની રમત ૧૫ મિનિટ જલદી શરૂ થશે. શ્રીલંકાએ પહેલી ટેસ્ટ જીતીને ૧-૦થી લીડ લીધી છે.

sports news