2005ની ઍશિઝમાં પૉન્ટિંગે કરેલું સ્લેજિંગ હું ક્યારેય નહીં ભૂલી શકું

17 May, 2020 12:28 PM IST  |  London | Agencies

2005ની ઍશિઝમાં પૉન્ટિંગે કરેલું સ્લેજિંગ હું ક્યારેય નહીં ભૂલી શકું

ઍન્ડ્રૂ ફ્લિન્ટોફ

ઇંગ્લેન્ડના પ્લેયર ઍન્ડ્રૂ ફ્લિન્ટોફનું કહેવું છે કે ૨૦૦૫ની ઍશિઝમાં પૉન્ટિંગે કરેલું સ્લેજિંગને હું ક્યારેય નહીં ભૂલી શકે. ૨૦૦૫ની ઍશિઝમાં જે છેલ્લી મૅચ રમાઈ હતી એ ટેસ્ટ ક્રિકેટ જગતમાં ક્યારેય નહીં ભુલાય. એ મૅચ ઇંગ્લૅન્ડે બે રનથી જીતીને સિરીઝ ૧-૧થી ડ્રૉ કરી હતી. આ મૅચમાં ઇંગ્લૅન્ડના ઍન્ડ્રુ ફ્લિન્ટોફે બન્ને ઇનિંગ્સમાં ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ કરતાં હાફ સેન્ચુરી કરી હતી અને ચાર વિકેટ લીધી હતી. એ ઘટનાને યાદ કરતાં ફ્લિન્ટોફે કહ્યું કે ‘એ સેકન્ડ ઇનિંગમાં હું રિકી પૉન્ટિંગને ક્યારેય નહીં ભૂલી શકું, જે મારી સ્લેજિંગ કરતો હતો. મને યાદ છે હું અને કેવિન પીટરસન બૅટિંગ કરી રહ્યા હતા. તે મારી સામે જોઈને પોતાના પ્લેયરોને કહેતો હતો, ‘ચાલો બૉય્‍સ, આ બે સુપરસ્ટાર્સને જુઓ! માત્ર બે રનથી તેઓ ખુશ થશે નહીં. જોગ ઑન રિક! જોગ ઑન.’

થોડા દિવસ પહેલાં શેન વૉર્ને પણ આ મૅચને યાદ કરીને પૉન્ટિંગની ઝાટકણી કાઢી હતી અને તેણે લીધેલા પહેલાં બોલિંગ કરવાના નિર્ણયને બેકાર ગણાવ્યો હતો.

cricket news sports news