રન આઉટને લઈને પિચ પર જ બેટ્સમેન વચ્ચે થઈ તૂ તૂ મે મે..જુઓ વીડિયો

25 September, 2019 05:47 PM IST  |  મુંબઈ

રન આઉટને લઈને પિચ પર જ બેટ્સમેન વચ્ચે થઈ તૂ તૂ મે મે..જુઓ વીડિયો

જ્યારે મેદાન પર જ લડવા લાગ્યા બેટ્સમેન..

ક્રિકેટના મુકાબલા દરમિયાન મેદાર પર ખેલાડીઓ વચ્ચે બોલાચાલીના સમાચારો સામે આવતા રહે છે. દિલચસ્પ નજારાઓ ત્યારે જોવા મળે છે જ્યારે એક જ ટીમના ખેલાડીઓ એકબીજા સાથે લડવા લાગે. આવી જ એક ઘટના બુધવારે કુઆલાલમ્પુરમાં જોવા મળ્યો.

કુઆલાલમ્પુરના Kinrara Academy Ovalમાં કનાડા અને ડેનમાર્ક વચ્ચે CWC Challenge League Group Aના મેચ દરમિયા વિકેટો વચ્ચે દોડવા માટે થયેલી ગફલત થયેલી બેટ્સમેનમાં તૂ-તૂ મે-મેની નોબત આવી ગઈ.


થયું એવું કે, કનાડાના બેટ્સમેન હમજા તારિકે પોતાના શૉટમાં એક રન લીધો, પરંતુ બીજો રન લેવાના પ્રયાસમાં હમજા અને તેમના સાથી બેટ્સમેન રવીંદ્ર પાલ સિંહ એક જ સાઈટ પર આવી ગયા અને ડેનમાર્કના વિકેટકીપર અબ્દુલ હાશમીએ જોનાસ હેનરિક્સના થ્રો પર મોકો ગુમાવ્યા વગર ખાલી પડેલી સાઈડના સ્ટંપ વિખેરી નાખ્યા.

એ વાત એક જ છેડા પર રહેલા કનાડાના બંને બેટ્સમેનમાં રન આઉટને લઈને બોલાચાલી થઈ કે તુ આઉટ છે, તુ આઉટ છે. છેલ્લે હમજા તારિકે મેદાન છોડીને પાછા જવું પડ્યું. @cricketworldcupના ટ્વિટર પર આ વીડિયો શેર કરવામાં આવ્યું છે. જે બાદ ICCએ કાંઈક આવી પ્રતિક્રિયા આપી.

cricket news sports news canada international cricket council