મૅરડોનાના જમાઈએ ૩ અબજ રૂપિયાના પગાર સામે મૅન્ચેસ્ટર સિટીને અપાવી ટ્રોફી

15 May, 2012 04:40 AM IST  | 

મૅરડોનાના જમાઈએ ૩ અબજ રૂપિયાના પગાર સામે મૅન્ચેસ્ટર સિટીને અપાવી ટ્રોફી

લંડન: મૅન્ચેસ્ટર સિટીએ થોડા જ મહિના પહેલાં ઍટ્લેટિકો મૅડ્રિડ નામની ટીમને ૬ કરોડ ૧૦ લાખ ડૉલર (૩ અબજ પાંચ કરોડ રૂપિયા) આપીને તેની પાસેથી ઍગ્વેરો ખરીદી લીધો હતો.

રવિવારની ફાઇનલમાં બન્ને ટીમ ૨-૨થી બરાબરીમાં રહ્યા બાદ ઇન્જરી-ટાઇમમાં ઍગ્વેરોએ ગોલ કરીને મૅન્ચેસ્ટર સિટીને ૩-૨થી રોમાંચક વિજય અપાવ્યો હતો. ઍગ્વેરોએ બધી સ્પર્ધાઓમાં કુલ મળીને ૩૦ ગોલ કર્યા છે જેમાં તેનો આ ગોલ સર્વશ્રેષ્ઠ ગણાય છે.