બ્રાયન લારા કૅરિબિયન પ્લેયર્સનું મનોબળ વધારશે, ટેક્નિક સુધારશે

28 January, 2023 05:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઝિમ્બાબ્વેમાં કૅરિબિયન ટીમ બે ટેસ્ટની સિરીઝ રમવા જશે એ પહેલાં લારા ટીમ સાથે જોડાઈ જશે

બ્રાયન લારા

વેસ્ટ ઇન્ડીઝના મહાન ક્રિકેટર બ્રાયન લારાને વર્તમાન ટીમના પર્ફોર્મન્સ મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તે વેસ્ટ ઇન્ડીઝની તમામ નૅશનલ ટીમ તેમ જ નૅશનલ ઍકૅડેમી માટે નિમાયો છે. તે ખાસ કરીને ક્રિકેટરોનું મનોબળ વધારશે તેમ જ તેમની બૅટિંગ-ટેક્નિકમાં સુધારો લાવવામાં તેમને મદદરૂપ થશે. ઝિમ્બાબ્વેમાં કૅરિબિયન ટીમ બે ટેસ્ટની સિરીઝ રમવા જશે એ પહેલાં લારા ટીમ સાથે જોડાઈ જશે.

sports news cricket news brian lara west indies