ઇંગ્લૅન્ડ જ ફેવરિટ છે : બ્રાયન લારા

08 July, 2020 04:10 PM IST  |  Southampton | Agencies

ઇંગ્લૅન્ડ જ ફેવરિટ છે : બ્રાયન લારા

બ્રાયન લારા

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ પ્લેયર બ્રાયન લારાનું માનવું છે કે તેમની ટીમને ઇંગ્લૅન્ડ સામે જીતવું હોય તો તેમણે ચાર દિવસમાં જ મૅચ પૂરી કરીને જીતવી પડશે. આજથી બન્ને દેશ વચ્ચે પહેલી ટેસ્ટ મૅચ ખાલી સ્ટેડિયમમાં રમાશે. યજમાન ટીમ પાછલી સિરીઝમાં મળેલી હારનો બદલો લેવા માટે આ સિરીઝમાં તનતોડ મહેનત કરીને ઊતરવા માગશે. એવામાં લારાએ વેસ્ટ ઇન્ડીઝની ટીમ માટે પોતાના વિચારો જણાવતા કહ્યું કે ‘વેસ્ટ ઇન્ડીઝની ટીમે ઝડપથી તકોનો લાભ લેવો પડશે. ઇંગ્લૅન્ડની ટીમને તેની ધરતી પર પરાસ્ત કરવી સહેલી નથી. તેઓ જ ફેવરિટ ટીમ એક છે. વિન્ડીઝે ઝડપથી રન બનાવવા પડશે અને ઇંગ્લૅન્ડ પર પોતાનો દમ બતાવવો પડશે. મને નથી લાગતું કે વિન્ડીઝ પાસે ટેસ્ટને પાંચ દિવસ સુધી ખેંચી શકે એવી બેટિંગ નથી. તેમણે ચાર દિવસમાં જ આ ગેમ ખતમ કરી દેવી જોઈશે. તેમણે લીડ લઈને આ મૅચ જીતવી જોઈશે. જો વેસ્ટ ઇન્ડીઝ આ સિરીઝ જીતીને પાછી ઘરે આવે તો એ ઘણી મોટી વાત કહેવાશે. જો તેઓ આ સિરીઝના પહેલા દિવસે સારું પર્ફોર્મ કરી શક્યા તો જીતવાની તક તેમના હાથમાં છે એમ કહી શકાશે.’

brian lara cricket news west indies england test cricket sports news