શેન વૉર્નને ઉંદર-બિલાડીની જેમ તેન્ડુલકર હેરાન કરતો હતો: બ્રેટ લી

29 April, 2020 12:43 PM IST  |  New Delhi | Agencies

શેન વૉર્નને ઉંદર-બિલાડીની જેમ તેન્ડુલકર હેરાન કરતો હતો: બ્રેટ લી

વૉર્ન અને સચિન

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બોલર બ્રેટ લીએ તાજેતરમાં સચિન તેન્ડુલકર અને શેન વૉર્નની ગેમને યાદ કરતાં કહ્યું હતું કે ‘આ બન્ને પ્લેયર મેદાનમાં એકબીજાની સામે ઉંદર-બિલાડીની જેમ રમતા હતા. આ મુદ્દે બ્રેટ લીએ કહ્યું કે ‘તેન્ડુલકર ઘણી વાર એવી બૅટિંગ કરતો કે વૉર્નને એક અલગ પ્રકારની બોલિંગ કરવા મજબૂર કરી દેતો. કેટલીક વાર તે બૅકફુટ પર જઈને શાંતિથી ઘણા સુંદર શૉટ રમી જતો. વૉર્ન સામે સચિનને રમતો જોઈને એવું લાગતું જાણે કે તે ઉંદર-બિલાડીની ગેમની જેમ તેને હેરાન કરતો હોય. સચિન ઘણો ટૅલન્ટેડ છે. તે વૉર્ન સામે જે પ્રમાણેની ગેમ રમતો એવી ગેમ વારંવાર જોવા નહોતી મળતી. સચિન એવો પ્લેયર હતો કે બોલરોના મગજને પોતાના હાથ વડે વાંચી શકતો હતો. દરેક બૉલ પર તે અલગ ટેક્નિક વાપરતો હતો. ઘણી વાર શેન વૉર્ને પોતે સચિન સામે સારી બોલિંગ કરવા અલગ-અલગ સ્ટ્રૅટેજી અપનાવી હતી, પણ તેન્ડુલકર પાસે એ દરેક બૉલનો જવાબ રહેતો. વૉર્ને સારા-સારા પ્લેયરને મેદાનમાં હેરાન કર્યા છે, પણ તે પોતે ઘણી વાર સચિનની બૅટિંગથી હેરાન થઈ જતો અને એ વાતનો તેને ગુસ્સો પણ આવતો. મારી વાત કરું તો જ્યારે હું બાવીસ વર્ષનો હતો ત્યારે પહેલી વાર હું સચિન સામે રમ્યો હતો.’

shane warne sachin tendulkar cricket news sports news