બ્રેથવેટ-ડોરિચની કમાલ: સાત વિકેટે 291 રન

11 July, 2020 03:41 PM IST  |  Southampton | Agencies

બ્રેથવેટ-ડોરિચની કમાલ: સાત વિકેટે 291 રન

ક્રેગ બ્રેથવેટ

ઇંગ્લૅન્ડ-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ચાલી રહેલી પહેલી ટેસ્ટ મૅચના ગઈ કાલે બીજા દિવસે વેસ્ટ ઇન્ડીઝે જબરદસ્ત પર્ફોર્મન્સ આપીને ૨૦૪ રનમાં યજમાન ટીમને પૅવિલિયનભેગી કરી દીધી હતી અને પોતે પહેલી ઇનિંગમાં એક વિકેટે ૫૮ રન બનાવ્યા હતા. મૅચના ત્રીજા દિવસે વેસ્ટ ઇન્ડીઝના ઓપનર ક્રેગ બ્રેથવેટે શાનદાર ૬૫ અને શેન ડોરિચ ૫૩ રનની પારી રમીને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં બે વર્ષ બાદ તેણે હાફ સેન્ચુરી ફટકારી હતી. જોકે તે બેન સ્ટોક્સનો એલબીડબલ્યુ દ્વારા શિકાર બન્યો હતો. બ્રુક્સે ટીમના સ્કોરમાં ૩૯ રનનું યોગદાન આપ્યું હતું. વેસ્ટ ઇન્ડીઝની ટીમે ૯૭ ઓવરમાં સાત વિકેટે ૨૯૧ રન બનાવીને યજમાન ટીમ પર ૮૭ રનની લીડ બનાવી લીધી હતી. જેમ્સ ઍન્ડરસન અને ડોમ બેઝને બે-બે વિકેટ, જ્યારે બેન સ્ટોક્સને એક વિકેટ મળી હતી. ઇંગ્લૅન્ડે આ મૅચમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવવા વેસ્ટ ઇન્ડીઝને પહેલી ઇનિંગમાં વહેલી પૅવિલિયનભેગી કરવી પડશે. એવામાં આ મૅચ કઈ દિશામાં વળાંક લે છે એ જોવાનું રહેશે. જોકે શેન ડોરિચ ૫૩ રન સાથે ટીમનું સ્થાન વધુ મજબૂત બનાવી રહ્યો છે.

west indies south africa cricket news sports news