બ્લાઇન્ડ એક્ઝિબિશન મૅચમાં ખેલાડીઓએ કર્યો બાઉન્ડરીનો વરસાદ

11 May, 2019 10:26 AM IST  |  મુંબઈ | ચિરાગ દોશી

બ્લાઇન્ડ એક્ઝિબિશન મૅચમાં ખેલાડીઓએ કર્યો બાઉન્ડરીનો વરસાદ

સ્પૉન્સરની મદદ વિના મુંબઈ ક્રિકેટ અસોસિએશનના ક્રિકેટર આનંદ શ્રેષ્ઠ અને તેના ત્રણ મિત્રોએ થાણેમાં વિટાવા કોલીવાડા સુપ્રીમ લીગ (વીકેએસએલ)માં જોઈ ન શકતા લોકો માટે પાંચ ઓવરની એક્ઝિબિશન મૅચનું આયોજન કર્યું હતું. વીકેએસએલ કમિટીએ મહારાષ્ટ્રની બ્લાઇન્ડ લોકોની સત્તાવાર સંસ્થા ‘ક્રિકેટ અસોસિએશન ફૉર બ્લાઇન્ડ ઇન મહારાષ્ટ્ર’ની બે ટીમને એક્ઝિબિશન મૅચ રમવાનું આમંત્રણ આપ્યું હતું જેમાં સંસ્થાના સેક્રેટરી રમાકાંત સાટમ ઉપસ્થિત રહ્યા હતા.

રોમાંચક રહેલી મૅચમાં ‘એ’ ટીમે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરતાં ૮ ઓવરમાં ૮૩ રન બનાવ્યા હતા, જેમાં અક્ષયે હાઇએસ્ટ ૩૭ રન બનાવ્યા હતા. ‘બી’ ટીમની શરૂઆત ખરાબ રહી હતી છતાં તુષાર-મહેશે ૨૪-૨૪ રન બનાવીને બે વિકેટથી મૅચ જીતી લીધી હતી. ‘એ’ ટીમે ૪ ફોર અને ૩ સિક્સર જ્યારે ‘બી’ ટીમે ૪ ફોર અને ૬ સિક્સરનો વરસાદ કરીને લોકોને આર્યમાં મૂકી દીધા હતા.
અજયકુમાર રેડ્ડીની કૅપ્ટન્સીમાં ભારતની બ્લાઇન્ડ ટીમ હાલમાં ટી૨૦ અને વન-ડે વલ્ર્ડ કપની ચૅમ્પિયન છે.

cricket news sports news mumbai news