Big Bash League:મેલબર્ન સ્ટાર્સને હરાવી પહેલીવાર જીતી મેલબર્ન રેનેગેડ્સ

17 February, 2019 04:15 PM IST  | 

Big Bash League:મેલબર્ન સ્ટાર્સને હરાવી પહેલીવાર જીતી મેલબર્ન રેનેગેડ્સ

પહેલી વખત જીતી મેલબર્ન રેનેગેડ્સ

એરોન ફિંચની ટીમ મેલબોર્ન રેગેડ્સએ પહેલી વખત ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ જીતી લીધી છે. રોમાંચક બનેલી ફાઈનલમાં મેલબર્ન રેનેગેડ્સે મેલબર્ન સ્ટાર્સને 13 રનથી હરાવી ટ્રોફી જીતી લીધી છે.

ડૉક લેન્ડસ સ્ટેડિયમમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં એરોન ફિંચની ટીમ રેનગેડ્સે 146 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં બેટિંક કરવા ઉતરેલી મેક્સવેલની મેરબર્ન સ્ટાર્સની શરૂઆત તો સારી રહી હતી. ફિંચની ટીમે પહેલી વિકેટ માટે 93 રનની ભાગીદારી કરી હતી. પરંતુ બાદમાં સ્ટાર્સની 7 વિકેટ માત્ર 19 રનમાં જ પડી ગઈ. અને ટીમ 20 ઓવરમાં 7 વિકેટે માત્ર 132 રન જ બનાવી શકી.

ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી રેનેગેડ્સની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને તેમણે 65 રનમાં જ 5 વિકેટ ગુમાવી હતી. બાદમાં ટૉમ કૂપરે 35 બોલમાં 2 ફોર અને 2 સિક્સની મદદથી 43 રન બનાવ્યા, તો સામા છેડે ડેનિયલ ક્રિસ્ચિયને 30 બોલમાં 2 ચોકા અને 1 છગ્ગા સાથે 38 રન બનાવ્યા. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 80 રન બનાવ્યા અને 20 ઓવરમાં 5 વિકેટે 145 રન બનાવ્યા.

જેના જવાબમાં મેલબર્ન સ્ટાર્સ માટે બેન ડંક (57) અને માર્ક સ્ટાઈનિસે (39) પહેલી વિકેટ માટે 13 ઓવરમાં 93 રન બનાવ્યા હતા. પરંતુ સ્ટાઈનિસ આઉટ થયા બાદ ટીમની બેટિંગ લાઈનઅપ પત્તાના મહેલની જેમ પડી ભાંગી અને 112 રને પહોંચતા તો ટીમની 7 વિકેટ પડી ગઈ.

આ પણ વાંચોઃ IND VS AUS:ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ટીમ જાહેર

મેલબર્ન રેનેગેડ્સ તરફથી ડેનિલય ક્રિશ્ચિયન, કેમરન બોયઝ, ક્રિસ ટ્રીમેને 2-2 વિકેટ લીધી તો હૅરી ગર્નીએ 1 વિકેટ લીધી.

cricket news glenn maxwell australia