ભૂપતિ અને બોપન્ના હારી ગયા ને છૂટા પણ પડી ગયા

14 November, 2012 05:17 AM IST  | 

ભૂપતિ અને બોપન્ના હારી ગયા ને છૂટા પણ પડી ગયા



લંડન: ભારતના મહેશ ભૂપતિ અને રોહન બોપન્ના ગઈ કાલે અહીં એટીપી (અસોસિએશન ઑફ ટેનિસ પ્રોફેશનલ્સ) વલ્ર્ડ ટૂર ફાઇનલ્સની ડબલ્સ ટુર્નામેન્ટ જીતવામાં નિષ્ફળ ગયા હતા. આ જોડીનો ફાઇનલમાં સ્પેનના માર્સેલ ગ્રૅનોલર્સ અને માર્ક લોપેઝ સામે ૫-૭, ૬-૩, ૩-૧૦થી પરાજય થયો હતો. આ સાથે ફરી એકવાર ભારતીય જોડી વર્ષના અંતે રમાતી આ ડબલ્સ ટુર્નામેન્ટ જીતવામાં નિષ્ફળ ગઈ છે.

ભૂપતિ-પેસની જોડી અગાઉ ત્રણ વખત ફાઇનલમાં હારી ગયા હતા. ભૂપતિ કુલ પાંચમી વાર ફાઇનલમાં પહોંચીને ટ્રોફીથી વંચિત રહ્યો છે.

ભૂપતિ અને બોપન્ના હવે પાર્ટનર તરીકે છૂટા પડી રહ્યા છે. તેઓ આ વર્ષની લંડન ઑલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને ભેગા થયા હતા અને આખું વર્ષ રમ્યા જેમાં તેઓ બે ટાઇટલ જીત્યા હતા. ભૂપતિ હવે કૅનેડાના ડેનિયલ નેસ્ટોની જોડીમાં અને બોપન્ના અમેરિકાના વષોર્ જૂના મિત્ર રાજીવ રૅમ સાથે રમશે. બોપન્નાએ ગઈ કાલે ભૂપતિ સાથેની જોડી તૂટવા વિશે કહ્યું હતું કે ‘અમે ઑલિમ્પિક્સને લક્ષમાં રાખીને એક વર્ષ ભેગા રમવાનું નક્કી કર્યું હતું. અમારી જોડી માટે આ એક વર્ષ બહુ સારું રહ્યું.’