લિએન્ડર-સ્ટપૅનિકને હરાવીને ભૂપતિ-બોપન્ના ફાઇનલમાં

12 November, 2012 05:41 AM IST  | 

લિએન્ડર-સ્ટપૅનિકને હરાવીને ભૂપતિ-બોપન્ના ફાઇનલમાં

લંડન ઑલિમ્પિક્સના સિલેક્શન વખતના વિવાદ પછી ગયા મહિને ત્રણે ખેલાડીઓ શાંઘાઈ ઓપનમાં સામસામે આવ્યા હતા જેમાં આખરે લિએન્ડર પેસનો વિજય થયો હતો. આમ મહેશ-બોપન્નાએ શાંઘાઈનો બદલો પણ લઈ લીધો હતો. મહેશ ત્રણ વાર પેસ સાથે અને એક વાર બેલારુસના મૅક્સ મિર્ની સાથે આ ટુર્નામેન્ટની ફાઇનલમાં રમી ચૂક્યો છે અને ચારેય વાર હાર જોવી પડી છે. આજે પાંચમી ફાઇનલમાં જીત મેળવીને તેને ઇતિહાસ સર્જવાની તક છે. ૧૯૭૭માં વિજય અમૃતરાજ પછી કોઈ ભારતીય ખેલાડી આ ટુર્નામેન્ટ જીત નથી શક્યો.