સ્ટોક્સનું ક્રિકેટ બ્રેઇન શાર્પ છે, સિનિયર પ્લેયર્સ તેને મદદ કરશે

03 July, 2020 03:40 PM IST  |  London | Agencies

સ્ટોક્સનું ક્રિકેટ બ્રેઇન શાર્પ છે, સિનિયર પ્લેયર્સ તેને મદદ કરશે

૮ જુલાઈથી વેસ્ટ ઇન્ડિઝ સામે શરૂ થતી પહેલી ટેસ્ટ પહેલા પ્રૅક્ટિસ કરી રહેલા ઇંગ્લૅન્ડના ક્રિકટરો.

ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર માર્ક વુડનું કહેવું છે કે બેન સ્ટોક્સનું ક્રિકેટ બ્રેઇન ઘણું શાર્પ છે અને સિનિયર પ્લેયર તેને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ દરમ્યાન મદદ કરશે. પહેલી ટેસ્ટ મૅચમાં કૅપ્ટન જો રૂટની ગેરહાજરીથી ટીમની કમાન સ્ટોક્સને સોંપવામાં આવી છે. બેન સ્ટોક્સનાં વખાણ કરતાં માર્કે કહ્યું કે ‘હું કેટલાક એવા પ્લેયરમમાંનો એક છું જે સ્ટોક્સના નેતૃત્વમાં ક્રિકેટ રમ્યો છે. ડુર્હામ ઍકૅડેમીમાં અમે સાથે રમ્યા છીએ. તે એક સારો કૅપ્ટન છે અને ટીમને સારી રીતે લીડ કરે છે. સમય જતાં તે ઘણો મૅચ્યોર બન્યો છે અને તેણે પોતાનું એક મુકામ હાંસલ કર્યું છે. ક્રિકેટ માટેનું તેનું દિમાગ ઘણું સારું છે. જોકે તેની પાસે કૅપ્ટન્સીનો વધુ અનુભવ નથી, પરંતુ તેની પાસે જેમ્સ ઍન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રૉડ જેવા પ્લેયર છે જેની સાથે તે ચર્ચા કરી શકે છે. સ્ટોક્સને ખબર છે કે કયા પ્લેયરમાં કેટલી ક્ષમતા છે અને છતાં તે દરેકને રમવાની પૂરેપૂરી તક આપે છે. તે ઘણો વહાલલો પ્લેયર છે અને મનની વાત સીધેસીધી કહી દેવામાં જરાય અચકાતો નથી. પોતાની યોજનાને તે અક્ષરશઃ અમલમાં મૂકે છે.’

ben stokes cricket news sports news england