હું હવે ક્યારેય હેલ્મેટ વગર રમીશ નહીં

16 February, 2026 01:28 PM IST  |  England | Gujarati Mid-day Correspondent

ઇન્જરીને કારણે ચહેરાની દશા બદલાઈ જવાથી બેન સ્ટોક્સે લીધો સંકલ્પ... હું હવે ક્યારેય હેલ્મેટ વગર રમીશ નહીં. બેન સ્ટોક્સે તાજેતરમાં થયેલી ઇન્જરી પછી શીખેલો બોધપાઠ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો.

હું હવે ક્યારેય હેલ્મેટ વગર રમીશ નહીં

બેન સ્ટોક્સે તાજેતરમાં થયેલી ઇન્જરી પછી શીખેલો બોધપાઠ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. એક ઍકૅડેમીમાં નેટ-સેશન દરમ્યાન થયેલી ઇન્જરી પછી તેણે પોતાની ઈજા અને સર્જરી પછીના ફોટો જાહેર કર્યા હતા. તેણે પ્રૅક્ટિસ-સેશનમાં હેલ્મેટ ન પહેરવાને કારણે બનેલી ઘટના બાદ મહત્ત્વપૂર્ણ બોધપાઠ શીખ્યો હતો. 

બેન સ્ટોક્સે ગઈ કાલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર લખ્યું હતું કે ‘હું ક્યારેય નથી સમજી શક્યો કે સ્પિન બોલિંગ સામે ખેલાડીઓ હેલ્મેટ કેમ નથી પહેરતા. સાચું કહું તો હું પણ પ્રૅક્ટિસમાં થ્રો-ડાઉન સમયે હેલ્મેટ વગર રમતો હતો. ગયા અઠવાડિયે હું નસીબદાર હતો કે ઇન્જરીનું રિઝલ્ટ ગંભીર ન રહ્યું. જોકે આ ઘટના બાદ હું હેલ્મેટ વગર નહીં જ રમું, કારણ કે ક્રિકેટના બૉલથી ઘણી ગંભીર ઇન્જરી થઈ શકે છે.’

ben stokes cricket news sports news sports england social media