વૉર્નરના સતત લવારાથી મને પ્રેરણા મળી હતી : બેન સ્ટોક્સ

15 November, 2019 11:35 AM IST  |  Mumbai

વૉર્નરના સતત લવારાથી મને પ્રેરણા મળી હતી : બેન સ્ટોક્સ

વૉર્નર

 બેન સ્ટોક્સનું કહેવું છે કે ડેવિડ વૉર્નરના કારણે હું ૧૩૫ રન કરીને ઇંગ્લૅન્ડને જીત અપાવવામાં સફળ રહ્યો હતો. ૨૨થી ૨૬ ઑગસ્ટ વચ્ચે હેડિંગ્લીમાં રમાયેલી ઍશિઝ સિરીઝની ત્રીજી ટેસ્ટમાં બેન સ્ટોક્સે અદ્ભુત બૅટિંગ કરીને ઇંગ્લૅન્ડને મૅચ જિતાડી આપી હતી. આ મૅચની પહેલી ઇનિંગમાં સ્ટોક્સ આઠ રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ બીજી ઇનિંગમાં તેણે નૉટઆઉટ ૧૩૫ રન બનાવી ઇંગ્લૅન્ડને એક વિકેટથી જિતાડ્યું હતું. આ વિશે પૂછતાં સ્ટોક્સે કહ્યું હતું કે ‘મને ગ્રાઉન્ડ પર જેકંઈ કહેવામાં આવ્યું હતું એનાથી મને પર્સનલ મોટિવેશન મળ્યું હતું. ત્રીજા દિવસની સાંજે મને પિચ પર ખૂબ પ્રેરણા મળી હતી. કેટલાક પ્લેયર મારા પર સતત કમેન્ટ કરી રહ્યા હતા, પરંતુ ખાસ કરીને ડેવિડ વૉર્નર ખૂબ દિલથી મારો ધ્યાનભંગ કરી રહ્યો હતો. તે એક ક્ષણ માટે પણ ચૂપ નહોતો રહી શકતો. જો અન્ય કોઈ વ્યક્તિ પાસેથી મને એવી કોઈ વાત સાંભળવા મળી હોત તો હું એનો સ્વીકાર કરી શક્યો હોત, પરંતુ ડેવિડ વૉર્નરનો નહીં.’
સતત કમેન્ટ કરનાર વૉર્નર મહદંશે સફળ પણ રહ્યો હતો. આ વિશે વધુ જણાવતાં સ્ટોક્સે કહ્યું હતું કે ‘મૅચ પૂરી થયા બાદ વૉર્નરને હું શું-શું કહીશ એ જ મારા દિમાગમાં ચાલી રહ્યું હતું. મેં બધું વિચારી રાખ્યું હતું. જોકે અંતે મેં પોતાને પ્રૉમિસ કર્યું હતું કે હું કંઈ નહીં બોલીશ અને જો મૅચ હું જીતી ગયો તો તેની પાસે જઈને હાથ મિલાવી તેને ‘વેલ ડન’ કહીશ. તમે દરેક મૅચ બાદ ખેલાડી સાથે હાથ મિલાવો છો, પરંતુ એ દિવસે વૉર્નર સાથે હાથ મિલાવીને મને ખૂબ સંતોષ થયો હતો.’

ben stokes david warner