ઇંગ્લૅન્ડની નૅશનલ ટીમનો કોચ બનવાની ઇચ્છા રાખે છે સ્ટોક્સ

05 August, 2026 06:14 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ બેન સ્ટોક્સે ભવિષ્યમાં ઇંગ્લૅન્ડનો કોચ બનવાની ઇચ્છા વ્યક્ત કરી અને બ્રેન્ડન મૅક્લમના હટાવા અંગે પણ ખુલાસો કર્યો.

બેન સ્ટોક્સ

જૂન મહિનામાં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર બેન સ્ટોક્સે પોતાના ભવિષ્ય વિશે મોટું નિવેદન આપ્યું છે. બેન સ્ટોક્સ કહે છે, ‘હું હાલમાં સ્થાનિક ક્રિકેટમાં રમવાની સાથે લેવલ થ્રી કોચિંગ લાયકાત પર કામ પણ કરી રહ્યો છું. હું રમત સાથે જોડાયેલો રહેવા ઇચ્છું છું અને એક દિવસ ઇંગ્લૅન્ડની ટીમનો પણ કોચ બનવાની ઇચ્છા રાખું છું. બ્રેન્ડન મૅક્લમને જ્યારે ટેસ્ટ-ટીમના કોચ પદ પરથી હટાવવામાં આવ્યો ત્યારે મને ખૂબ આઘાત લાગ્યો. જો મેં ૪ અઠવાડિયાં પહેલાં નિવૃત્તિનો નિર્ણય ન લીધો હોત તો કદાચ તે હજી પણ કોચ હોત. ખરેખર તેનું કોચિંગપદ જવું એ મારી ભૂલ હતી.’
બેન સ્ટોક્સ વધુમાં કહે છે, ‘મને જો રૂટ ખુબ ગમે છે. હું નવા કૅપ્ટન તરીકે જો રૂટને સફળતાની શુભેચ્છા પાઠવું છું. હું નિવૃત્તિ લઈને તેને ખૂબ પ્રેશરવાળી સ્થિતિમાં છોડીને ગયો. હું નથી 
ઇચ્છતો તેની સાથે ફરી આવું કંઈક બને. મને આશા છે કે તે કૅપ્ટન તરીકે મહાન કાર્યો કરશે.’

ben stokes england cricket news sports news sports