બેન સ્ટોક્સની લીડરશિપ સ્ટાઇલ કોહલી જેવી જ છે : જો રૂટ

19 June, 2020 11:57 AM IST  |  London | Agencies

બેન સ્ટોક્સની લીડરશિપ સ્ટાઇલ કોહલી જેવી જ છે : જો રૂટ

જો રૂટ

ઇંગ્લૅન્ડ ટેસ્ટ ક્રિકેટ ટીમના કપ્તાન જો રૂટનું કહેવું છે કે તેની ટેસ્ટ ક્રિકેટ ટીમના વાઇસ કૅપ્ટન બેન સ્ટોક્સની લીડરશિપ સ્ટાઇલ વિરાટ કોહલી જેવી જ છે. આ ઉપરાંત થોડા વખત પૂર્વે રૂટે કહ્યું હતું કે સ્ટોક્સ માઇકલ જૉર્ડન કરતાં વધારે ઓપનિંગમાં સારો છે. આ વખતે રૂટે કહ્યું કે ‘તે માઇકલ જૉર્ડનની જેમ આગળથી લીડ કરે છે. મારા ખ્યાલથી સ્ટોક્સની સારી વાત એ છે કે તે પર્ફોર્મ કરવાની સાથોસાથ બીજા લોકો કરતાં વધારે પ્રૅક્ટિસ પણ કરે છે. તમે અન્ય સારા લીડરોને જુઓ તો તેમનામાં પણ આ ખાસિયત હોય છે. વિરાટ કોહલી પણ એમાંનો જ એક છે જે આ પ્રકારે પર્ફોર્મ અને ટ્રેઇનિંગ કરતો હોય છે. ખરું કહું તો બેન સ્ટોક્સ અત્યારે એક મોટો પ્લેયર છે અને ટીમનો વાઇસ કૅપ્ટન પણ છે. ટીમમાં તેનું સ્થાન ઘણું છે અને લોકોને તેના પ્રત્યે માન-સન્માન પણ છે. પોતાનું કામ સારી રીતે કરવાનું તે જાણે છે.’

બૉલ પર થૂંક ન લગાવવાથી ઇંગ્લૅન્ડમાં કોઈ ફરક નહીં પડે : રૂટ

ઇંગ્લૅન્ડ ટેસ્ટ ક્રિકેટ ટીમના કપ્તાન જો રૂટનું કહેવું છે કે બૉલ પર થૂંક લગાડવાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી અમને આનાથી વધુ ફરક નહીં પડે. ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આવતા મહિનાની આઠમીથી ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝ શરૂ થવાની છે. આ સિરીઝ બાયો સિક્યૉર એન્વાયર્નમેન્ટમાં રમાડવામાં આવશે. જોકે કોરોના વાઇરસ વધારે ન ફેલાય એ માટે આઇસીસીએ જાહેર કરેલી નવી ગાઇડલાઇન્સ મુજબ આ સિરીઝ રમાશે. આ વિશે જો રૂટનું કહેવું છે કે ‘બૉલ પર થૂંક લગાડવાની જ્યાં સુધી વાત છે તો અમને આનાથી વધારે ફરક નહીં પડે. આ વાત કન્ડિશન પર આધાર રાખે છે. અત્યાર સુધી સ્ક્વેર પર ક્રિકેટ રમવામાં નથી આવ્યું માટે કદાચ ૪૦-૫૦ ઓવર સુધી ડ્યુક બૉલને નુકસાન નહીં થાય. માટે શિયાળાની શરૂઆત સુધીમાં મને આની વધારે અસર થશે એવું નથી લાગતું. મારા ખ્યાલથી આ બન્ને ટીમે મળી-સમજીને આગળ વધવાની વાત છે. જ્યાં સુધી બૉલ થૂંક લગાડવાની વાત છે તો એ પ્લેયરને સુરક્ષિત રાખવા માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે અને આનાથી કદાચ બન્ને પક્ષના પ્લેયરોને ફાયદો થઈ શકે છે. આ પ્રકારની ગેમમાં સ્પિનરોનું યોગદાન થોડું વધારે હોઈ શકે છે. જો બૅટ્સમૅન ભૂલ કરે અને તેમના પર પ્રેશર બનાવવામાં આવે તો બાજી પલટાઈ શકે છે.’

joe root ben stokes virat kohli cricket news sports news