"બિયરની બૉટલ માટે સ્ટોક્સ-બટલરે છોડ્યો ટીમનો સાથ"

17 May, 2017 04:27 AM IST  | 

"બિયરની બૉટલ માટે સ્ટોક્સ-બટલરે છોડ્યો ટીમનો સાથ"




ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન કેવિન પીટરસને બેન સ્ટોક્સ અને જૉસ બટલરની ત્ભ્ન્ની પ્લેઑફમાં પોતાની ટીમ તરફથી ન રમવા બદલ ટીકા કરી છે. પીટરસને આ બન્ને ખેલાડીઓના નર્ણિયની ટીકા કરી છે. સ્ટોક્સ અને બટલર લીગ મૅચો પૂરી થયા બાદ ચૅમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ માટે પોતાની નૅશનલ ટીમ સાથે જોડાવાની વાત કરીને સ્વદેશ રવાના થઈ ગયા છે. પુણેએ બેન સ્ટોક્સને ૧૪.૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પુણેને આ ઑલરાઉન્ડરની ખાસ જરૂર હતી. મુંબઈ પાસે બટલરને બદલે લેન્ડલ સિમન્સ હતો.

પીટરસને સોશ્યલ મીડિયામાં બન્નેની ટીકા કરતાં લખ્યું હતું કે ત્ભ્ન્ની ફાઇનલ છોડીને જતા રહી સ્પેનમાં જઈને કેટલીક બૉટલ બિયર પીઓ. બહુ જ ખરાબ બાબત છે. બેન સ્ટોક્સ ઉપરાંત સાઉથ આફ્રિકાનો સ્પિનર ઇમરાન તાહિર પણ સ્વદેશ જતો રહ્યો હતો.