બેન સ્ટોક્સ અને બ્રૉડનો દબદબો

21 July, 2020 11:52 AM IST  |  Manchester | Gujarati Mid-day Correspondent

બેન સ્ટોક્સ અને બ્રૉડનો દબદબો

બેન સ્ટોક્સ

ઇંગ્લૅન્ડની ટીમે વેસ્ટ ઇન્ડીઝની હાલત કફોડી કરી નાખી છે. પહેલી ટેસ્ટ જીતી ગયા બાદ વેસ્ટ ઇન્ડીઝ આ બીજી ટેસ્ટ હારી જાય એના ચાન્સ વધુ છે. પહેલી ઇનિંગમાં ઇંગ્લૅન્ડે ૪૬૯ રન કરીને ઇનિંગ ડિક્લેર કરી હતી, જેમાં બેન સ્ટોક્સના ૧૭૬ રન હતા. ત્યાર બાદ તેમણે વેસ્ટ ઇન્ડીઝને ૨૮૭ રનમાં ઑલઆઉટ કરી નાખ્યું હતું. આ ઇનિંગમાં સ્ટુઅર્ટ બ્રૉડ અને ક્રિસ વૉક્સે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી જ્યારે બેન સ્ટોક્સે એક વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં બેન સ્ટોક્સ ઓપનિંગમાં આવીને ૫૭ બૉલમાં ૭૮ રન કરી નૉટઆઉટ રહ્યો હતો. ઇંગ્લૅન્ડે પાંચમા દિવસે ૧૧૯ રન કરી બીજી ઇનિંગ પણ ડિક્લેર કરી હતી. વેસ્ટ ઇન્ડીઝે બીજી ઇનિંગમાં ૫૮ ઓવરમાં સાત વિકેટે ૧૬૪ રન કર્યા હતા. બ્રૉડ ફરી ત્રણ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

ben stokes england west indies cricket news sports news