ક્રિકેટ ફૅન્સ માટે ICCએ આપ્યા આ સારા સમાચાર...

12 November, 2020 07:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ક્રિકેટ ફૅન્સ માટે ICCએ આપ્યા આ સારા સમાચાર...

ફાઈલ ફોટો

ક્રિકેટ ફૅન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. આગામી વર્ષે થનાર ICC T20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) ટુર્નામેન્ટ હેઠળ ભારતમાં જ થશે.

ઈન્ટરનેશનલ ક્રિકેટ બોર્ડ (ICC)એ આ વાતને સુનિશ્ચિત કરી છે. T20 વર્લ્ડ કપ 2021માં કુલ 16 ટીમો ભાગ લેશે. જે આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં ટેસ્ટ ક્રિકેટ રમનાર દેશોની સાથે પાપુઆ ન્યુ ગિની, નામીબિયા, નેધરલેન્ડ્સ, ઓમાન અને સ્કોટલેન્ડ પણ ભાગ લેશે.

આવતા વર્ષે થનારી આ ટુર્નામેન્ટ બાબતે ICC પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે, અત્યાર સુધી ભારતમાં ટુર્નામેન્ટને આયોજિત કરાવવાનો કાર્યક્રમ નક્કી છે. 2020 અને 2021માં બે સતત ટી20 વર્લ્ડ કપ થવાના હતા. 2020 વર્લ્ડ કપની યજમાની ઓસ્ટ્રેલિયાને કરવાની હતી. પણ કોરોના વાયરસ મહામારીને કારણે તેને સ્થગિત કરી દેવામાં આવી હતી અને હવે વર્ષ 2022માં આયોજિત કરવામાં આવશે.

ICCએ ઑગસ્ટમાં જણાવ્યું હતું કે, ટી20 વર્લ્ડ કપ 2022માં ઓસ્ટ્રેલિયામાં આયોજિત કરવામાં આવશે. ભારતે તેનાથી પહેલાં વર્ષ 2016માં રમાયેલ ટી20 વર્લ્ડ કપની મેજબાની કરી હતી. જેને વેસ્ટઈન્ડીઝે જીત્યો હતો. જોકે ICCએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે કોરોના મહામારી નાબૂદ નહીં થાય તો તે જરૂરી પગલાં ભરશે.

ICC દ્વારા જાહેર નિવેદનમાં BCCIના સચિવ જય શાહના ઉલ્લેખ સાથે લખ્યું કે, BCCI એ સુનિશ્ચિત કરવામાં કોઈ કસર નહીં છોડે કે આ ટુર્નામેન્ટ માટે તમામનાં સ્વાસ્થ્ય અને સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવે. બોર્ડ સચિવે વાયદો કર્યો છે કે વર્લ્ડ કપ માટે આવનારી તમામ ટીમોને ભારતમાં શાનદાર આતિથ્ય અનુભવ મળશે.

international cricket council t20 world cup cricket news sports news