BCCIની ધરમશાલામાં ખેલાડીઓને સૂચના, બહારનું ખાશો નહીં સેલ્ફી પડાવશો નહીં

12 March, 2020 01:58 PM IST  |  Dharamshala | Mumbai Desk

BCCIની ધરમશાલામાં ખેલાડીઓને સૂચના, બહારનું ખાશો નહીં સેલ્ફી પડાવશો નહીં

સાઉથ આફ્રિકા સામે ભારતની મેચ અંગે BCCIએ આપી સુચના

BCCIની મેડિકલ ટીમે બુધારે ભારતનાં ખેલાડીઓને બહારનું ખાવાની તથા સેલ્ફી લેવા થનગનતા ફેન્સથી દૂર રહેવાની સલાહ આપી છે. આ ચેતવણી કોરોના વાઇરસનાં કહેરને કારણે અપાઇ છે તે સ્વાભાવિક છે. આજથી ધરમશાલામાં શરૂ થનારી આફ્રિકા સામેની ઓડીઆઇ સિરિઝને ધ્યાનમાં લઇને આ સૂચન અપાયા છે. BCCIની મેડિકલ ટીમે કોરોના વાઇરસની સ્થિતિ અંગે પૂરી તકેદારી રાખવાનું નક્કી કર્યું છે અને આ માટે જ બધા ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, સ્ટેટ એસોસિએશનને WHOની ગાઇડલાઇન્સ અનુસરવાની સુચના અપાઇ છે તથા કેન્દ્રિય સરકારની તમામ માર્ગદર્શિકાઓ અનુસરવા પણ કહેવાયું છે.
આઇપીએલની મેચ દરમિયાન પણ આ ગાઇડલાઇન્સ અનુસરવાની સુચના અપાઇ છે. જો કે મેચને મામલે અંતિમ નિર્ણય હજી લેવામાં નથી આવ્યો. કોરોના વાઇરસને કારણે ભારતમાં શુટિંગ વર્લ્ડકપ અને ઇન્ડિયન ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટ તો પાછળ ઠેલાઇ ચૂક્યા છે. ખેલાડીઓને ડુઝ અને ડોન્ટ્સની યાદી પણ અપાઇ છે જેને તેમણે અનુસરવાની છે.
આ યાદીમાં બહારનાં ખોરાકની ના તો પડાઇ જ છે પણ ટીમ સિવાયનાં લોકો સાથે ઇન્ટરેક્શન કરવાનો પ્રતિબંધ મુકાયો છે, બને ત્યાં સુધી અજાણ્યાઓ સાથે વહેવાર ન રાખવો તેવું કહેવાયું છે. ફેન્સની સાથે હાથ મિલાવવાની કે અજાણ્યા ફોન હાથમાં લઇને સેલ્ફીઝ પાડવાની પણ ખેલાડીઓને મનાઇ ફરમાવાઇ છે.
ધરમશાળામાં સ્ટેડિયમનાં જાહેર વોશરૂમ્સ હેન્ડવોશ લિક્વિડ અને સેનિટાઇઝર્સના પુરતા પુરવઠાથી ભરવામાં આવશે અને જરૂર પડ્યે સારવાર પણ પુરી પાડવામાં આવશે.

cricket news board of control for cricket in india sourav ganguly dharamsala