વર્લ્ડ કપમાં અચાનક બોલાવાયો હતો અને હવે વિન્ડીઝ સીરિઝમાં તેની અવગણના થઇ

21 July, 2019 11:48 PM IST  |  Mumbai

વર્લ્ડ કપમાં અચાનક બોલાવાયો હતો અને હવે વિન્ડીઝ સીરિઝમાં તેની અવગણના થઇ

ભારતીય ક્રિેકેટર મયંદ અગ્રવાલ

Mumbai : ભારતીય ક્રિકેટ બોર્ડે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે. જેમાં ચોકાવનારો નિર્ણય સામે આવ્યો છે. પસંદગીકર્તાઓએ વર્લ્ડ કપ 2019માં અચાનક ટીમમાં જોડાવા માટે બોલાવનાર મયંક અગ્રવાલની વેસ્ટ ઇન્ડિઝ સીરિઝ માટે અવગણના કરી છે. આ નિર્ણયથી ભારતીય ક્રિકેટ ચાહકોમાં નિરાશા જોવા મળી હતી. મહત્વનું છે કે મયંક અગ્રવાલનું નામ મિડલ ઑર્ડર માટે ચાલી રહ્યું હતુ. એવું માનવામાં આવી રહ્યું હતુ કે, જે રીતે ટેસ્ટ ક્રિકેટમાં તેણે પ્રદર્શન કર્યું છે તેનાથી વન ડેમાં પણ તેને તક મળી શકે છે. વર્લ્ડ કપ દરમિયાન જ્યારે વિજય શંકરને ઇજા થઇ હતી ત્યારે મયંકને તેના રિપ્લેસમેન્ટમાં મોકલવામાં આવ્યો હતો. આવામાં ટીમમાં તેની પસંદગી નક્કી મનાતી હતી.


જાણો, શું કહ્યું મયંક અગ્રવાલ પર પસંદગીકર્તાઓએ

મયંક અગ્રવાલ પર પ્રશ્ન પુછતા એમએસકે પ્રસાદે કહ્યું કે, “મયંક બેકઅપ ઑપનર તરીકે ઇંગ્લેન્ડ ગયો હતો. હવે શિખર ફિટ થઈને આવી ગયો છે અને રોહિત શર્મા તેમજ કેએલ રાહુલ પણ ટીમમાં સામેલ છે.” તેમનાં નિવેદનથી સ્પષ્ટ છે કે મયંક માટે મિડલ ઑર્ડરમાં જગ્યા નથી. જણાવી દઇએ કે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર યુવા શુભમન ગિલને તક આપવામાં આવી હતી, પરંતુ તેને પણ ટીમમાં જગ્યા નથી મળી.



મયંક અગ્રવાલને વર્લ્ડ કપમાં પસંદ કરવાને લઇને એમએસકે પ્રસાદે જણાવ્યું કે, “કોઈ સીરીઝ અથવા મોટી ટૂર્નામેન્ટની વચ્ચે હું પ્રેસ કૉન્ફરન્સ નથી કરતો અને આના કારણે અટકળો શરૂ થઈ. જ્યારે શંકરને ઇજા થઇ, ત્યારે રાહુલ પણ બાઉન્ડ્રી પર પડી ગયો હતો અને મેડિકલ ઇમરજન્સી હતી કે તે રમશે કે નહીં. તે વખતે લેખિતમાં એક બેકઅપ ઑપનરની માંગ કરવામાં આવી હતી. આવામાં મયંકને મોકલવામાં આવ્યો.” તો શંકરની જગ્યાએ ઋષભ પંતને મોકલવાને લઇને કહ્યું કે, “ટીમ મેનેજમેન્ટે ડાબોડી બેટ્સમેન માંગ્યો હતો અને અમારી પાસે પંત સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. ઘણા લોકો એ ભ્રમમાં પડ્યા કે ઑપનિંગ બેટ્સમેનની જગ્યાએ મિડલ ઑર્ડર બેટ્સમેન કેવી રીતે આવ્યો અને પછી વિજય શંકરની જગ્યાએ ઑપનર કેવી રીતે આવ્યો.”

આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

છેલ્લા 3 વર્ષમાં મયંક અગ્રવાલ ઘરેલૂ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેનોમાં સામેલ છે. તેને ગયા વર્ષે ઑસ્ટ્રેલિયા સામે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેણે 2 ટેસ્ટમાં 195 રન બનાવ્યા અને 2 અડધી સદી ફટકારી હતી. તેણે 50 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 50.17ની સરેરાશથી 3964 રન બનાવ્યા છે. તો લિસ્ટ-એ મેચોમાં પણ 75 મેચમાં 3605 રન બનાવ્યા છે.

cricket news team india virat kohli west indies