હાર્દિક અને રાહુલને તપાસ ચાલે એ દરમ્યાન રમવા દો

14 February, 2019 07:04 PM IST  | 

હાર્દિક અને રાહુલને તપાસ ચાલે એ દરમ્યાન રમવા દો

હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ

ભારતીય ક્રિકેટ બોર્ડના કાર્યકારી અધ્યક્ષ સી. કે. ખન્નાએ ગઈ કાલે વહીવટદારોની સમિતિને હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને તેમની મહિલા સામેની ખરાબ ટિપ્પણીને કારણે મૂકેલા પ્રતિબંધને હટાવી દેવાની માગણી કરી છે તેમ જ આ મામલે સ્પેશ્યલ જનરલ બેઠક બોલાવવાની પણ ના પાડી દીધી હતી. સી. કે. ખન્નાએ કહ્યું હતું કે ‘બોર્ડના અધિકારીઓએ આ બન્ને ખેલાડીઓના વ્યવહારની તપાસ માટે લોકપાલ નિયુક્ત કરવા સ્પેશ્યલ જનરલ મીટિંગ બોલાવવાની માગણી યોગ્ય નથી, કારણ કે સુપ્રીમ કોર્ટમાં આવતા સપ્તાહે આ મામલે સુનાવણી કરાશે.’

હાર્દિક અને રાહુલ એક ટીવી શો દરમ્યાન પોતાની ટિપ્પણીને કારણે પ્રતિબંધનો સામનો કરી રહ્યા છે તેમ જ હાલમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. અધ્યક્ષે કહ્યું હતું કે ‘તપાસ ચાલુ રહે ત્યાં સુધી આ બન્ને ક્રિકેટરોને તરત ભારતીય ટીમમાં સામેલ કરવા જોઈએ તેમ જ બહુ ઝડપથી આ બન્નેને ટીમ સાથે જોડાવાની મંજૂરી આપવી જોઈએ.’

વહીવટદારો ઇચ્છે છે કે સુપ્રીમ કોર્ટ હાર્દિક અને રાહુલના મામલે નર્ણિય લેવા માટે લોકપાલની નિયુક્તિ કરે. તેઓ ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ પણ રમી શક્યા નથી તેમ જ ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝમાંથી પણ બહાર રહે એવી શક્યતા છે.

આ પણ વાંચોઃ હાર્દિકની ખોટ વર્તાઈ રહી છે : ધવન

આ બન્નેએ ઘણી મહિલાઓ સાથે સંબંધ બનાવવા સંબંધિત ટીવી શોમાં મજાક કરી હતી જેને કારણે ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. અંદાજે ૧૪ જેટલાં સ્ટેટ અસોસિએશન જે પૈકી ઘણાં ભૂતપૂર્વ અધ્યક્ષ એન. શ્રીનિવાસનના વફાદાર છે તેમણે અધ્યક્ષને આ મામલે સ્પેશ્યલ જનરલ મીટિંગ બોલાવવાની વિનંતી કરી હતી.

hardik pandya board of control for cricket in india kl rahul koffee with karan cricket news sports news