BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીના પરિવારના સભ્યો કોવિડ-19 પૉઝિટીવ:રિપોર્ટ

20 June, 2020 04:35 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીના પરિવારના સભ્યો કોવિડ-19 પૉઝિટીવ:રિપોર્ટ

સૌરવ ગાંગુલી

ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળના સચિવ સ્નેહાશીષ ગાંગુલીની પત્ની કોવિડ-19 પૉઝિટીવ આવી છે. સ્નેહાશીષ બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના મોટા ભાઈ છે. એક વરિષ્છ સ્વાસ્થ્ય અધિકારી પ્રમાણે, ગયા અઠવાડિયે સ્નેહાશી।ના સાસુ-સસરા પણ કોરોના વાયરસ પૉઝિટીવ આવ્યા હતા. આ સિવાય મોમિનપુરના ઘરે કામ કરતાં નોકર પણ પૉઝિટીવ આવ્યા છે. આ બધાની ટ્રીટમેન્ટ એક ખાનગી હૉસ્પિટલમાં થઈ રહી છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, પૂર્વ રણજી ખેલાડી સ્નેહાશીષ ગાંગુલી નેગેટિવ આવ્યા છે, પણ તેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

સૂત્રો પ્રમાણે, આ ચારેયને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક તકલીફો હતી. બધામાં કોવિડ-19ના લક્ષણો દેખાતાં હતા. આ લોકો ગાંગુલીના પૈતૃક નિવારે નહીં પણ અન્ય ઘરોમાં રહેતા હતા.

પૉઝિટીવ આવ્યા પછી આ બધાને પ્રાઇવેટ નર્સિંગ હોમમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. શનિવારે તેમની ફરીથી એક વાર ટેસ્ટ થશે. ત્યાર બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે, આ બધાંને ડિસ્ચાર્જ કરવામાં આવશે કે નહીં એ ટેસ્ટ રિપોર્ટ પર આધાર રાખે ચે. જો કે, આ મામલે અત્યાર સુધી સૌરવ ગાંગુલી કે તેમના પરિવાર તરફતી કોઇપણ ઑફિશિયલ નિવેદન સામે આવ્યું નથી.

જણાવીએ કે દેશમાં કોરોના વાયરસના કેસ વધારે ઝડપથી વધી રહ્યા છે અને લગભગ ચાર લાખની નજીક પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 14,516 નવા કેસ સામે આવ્યા છે જ્યારે એટલા જ સમયમાં 375 લોકોના મોત થયા છે. આ એક દિવસમાં આવેલા અત્યાર સુધીના સૌથી વધારે કોરોના કેસ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના હાલના આંકડાઓ પ્રમાણે, દેશમાં અત્યાર સુધી કોવિડ-19ના કુલ 3,95,048 થઈ ગયા છે. આમાંથી 2,13,831 સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે 1,69,269 કેસ એક્ટિવ છે. કુલ મૃતકોની સંખ્યા વધીને 12,948 થઈ ગઈ છે. પહેલાની કરતાં અત્યારે કોરોનાની ટેસ્ટિંગમાં પણ ઝડપ લાવવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 189869 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આથી એક દિવસ પહેલા 1,76,959 લોકોની કોરોના ટેસ્ટ કરવામાં આવી હતી.

cricket news sourav ganguly coronavirus covid19