#ThankYouMSDhoni: BCCIએ ટ્વીટર હેન્ડલમાં ધોનીને આપ્યું ટ્રીબ્યુટ

28 October, 2020 05:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

#ThankYouMSDhoni: BCCIએ ટ્વીટર હેન્ડલમાં ધોનીને આપ્યું ટ્રીબ્યુટ

ફાઈલ તસવીર

‘કેપ્ટન કૂલ’ તરીકે ઓળખાતા એમ.એસ.ધોનીએ(MS Dhoni) આઈપીએલની(IPL 2020)માં સીઝન શરૂ થયાની લગભગ એક મહિના પહેલા 15 ઓગસ્ટના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

ગયા વર્ષે થયેલ વર્લ્ડ કપ (World Cup 2019) પછીથી જ ધોની ક્રિકેટથી દૂર હતો અને 15 મહિના ક્રિકેટથી દૂર રહ્યા બાદ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. જોકે, તે હાલ આઈપીએલમાં રમી રહ્યો છે.

ધોનીના સંન્યાસ બાદ આગામી મહિને ટીમ ઈન્ડિયા પોતાની પહેલી સીરીઝ રમશે. સોમવારે જ ઓસ્ટ્રેલિયા પ્રવાસ(Australia Tour) માટે પસંદગીકાર સમિતિએ ધોની સિવાયની 32 સભ્ય વાળી ભારતીય ટીમની જાહેરાત કરી. ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ BCCIએ ધોનીને સલામ કર્યો.

IPL બાદ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે સીડની માટે ઉડાન ભરશે. પરંતુ ધોની એ ટીમનો હિસ્સો નહીં હોય. ભારતીય ક્રિકેટના નવા યુગની શરૂઆત પહેલા BCCIએ ધોનીને સલામ કરતા તેના આધિકારીક ટ્વિટર હેન્ડલનો કવર ફોટો બદલ્યો છે. BCCIએ હેશટેગ પણ #ThankYouMSDhoni લગાવ્યો છે. BCCIનો આ કવર ફોટો હાલ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આપને ઝણાવી દઈએ કે ધોની માટે આઈપીએલની આ સીઝન ખૂબ ખરાબ રહી. ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) આ સીઝનથી બહાર થનારી પહેલી ટીમ બની છે.

board of control for cricket in india ms dhoni cricket news twitter