જુલાઈ મહિનામાં બીસીસીઆઇએ 46.89 કરોડ રૂપિયાની ચુકવણી કરી

05 September, 2020 01:27 PM IST  |  New Delhi | Agencies

જુલાઈ મહિનામાં બીસીસીઆઇએ 46.89 કરોડ રૂપિયાની ચુકવણી કરી

બીસીસીઆઈ

ભારતીય ક્રિકેટ બોર્ડે જુલાઈ મહિનામાં પોતાના ગ્રાહક અને અન્ય મેળવેલી સુવિધા સામે ૪૬.૮૯ કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી. આ મહિનામાં એણે ઇન્કમ-ટૅક્સ અને જીએસટી ભરવાની વાત પણ કહી હતી.

ભારતીય ક્રિકેટ બોર્ડના નિયમિત રીતે થતા નાણાવિતરણના ભાગરૂપે આ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ અસોસિએશનને સૌથી વધારે ૧૬.૨૦ કરોડ રૂપિયાની ચુકવણી થઈ હતી. ઝારખંડ સ્ટેટ ક્રિકેટ ‍અસોસિએશનને પણ ઍડ હૉક ઍડ્વાન્સના ભાગરૂપે ૧૦.૮૦ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. ભારતીય ક્રિકેટ બોર્ડે ચુકવણી કરેલાં નાણાંની વિસ્તૃત માહિતી એની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જીએસટી તરીકે ૫૪ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. ઓડિશા ક્રિકેટ અસોસિએશનને ૨.૭ કરોડ રૂપિયા, જ્યારે ઇન્કમ-ટૅક્સ વિભાગને ૩.૫૨ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. ૧૫ જુલાઈએ બીસીસીઆઇએ વધારાના ૪૧.૧૬ લાખ રૂપિયાનું જીએસટીનું પેમેન્ટ કર્યું હતું. આ ઉપરાંત ભારતીય ક્રિકેટ બોર્ડે હિમાચલ પ્રદેશ ક્રિકેટ બોર્ડ તેમ જ અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને સિક્કિમ ક્રિકેટ અસોસિએશનને પણ નાણાંની ચુકવણી કરી હતી.

board of control for cricket in india cricket news sports news