વહીવટદારોએ હાર્દિક-રાહુલ મામલે નિર્ણય લેવા લોકપાલની નિયુક્તિની માગ કરી

14 February, 2019 07:07 PM IST  | 

વહીવટદારોએ હાર્દિક-રાહુલ મામલે નિર્ણય લેવા લોકપાલની નિયુક્તિની માગ કરી

હાર્દિક-રાહુલની કરિયર માટે ચિંતિત છે ઓફિશિયલ્સ

સુપ્રીમ ર્કોટે વહીવટદારોની સમિતિની વિનંતીને માન્ય રાખી હતી જેમાં મહિલા વિરોધી ટિપ્પણી કરવા માટે ભારતીય ટીમના ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ વિશે નિર્ણય લેવા માટે તરત લોકપાલની નિયુક્તિની માગણી કરી હતી. જસ્ટિશ એસ. એ. બોબડે અને એ. એમ. સપ્રેની બેન્ચ એક સપ્તાહની અંદર આ મામલે સુનાવણી કરશે. સિનિયર ઍડ્વોકેટ પી. એસ. નરસિમ્હાને આ મામલે અમાઇકસ ક્યુરી બનશે. વહીવટદારો તરફથી વકીલે ર્કોટને લોકપાલની સીધી નિયુક્તિ કરવા માટે જણાવ્યું હતું, કારણ કે આ બે પ્રતિભાશાળી યુવા ક્રિકેટરોના ભવિષ્ય પર તરત નિર્ણય લેવાનો છે. એક ટીવી શોમાં મહિલાઓ વિશે ખરાબ ટિપ્પણીને કારણે આ ક્રિકેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ક્રિકેટ બોર્ડના CEOએ હાર્દિક અને રાહુલ સાથે કરી વાતચીત

hardik pandya board of control for cricket in india cricket news kl rahul sports news koffee with karan